ત્રણ દિવસથી દરોડા યથાવત:વડોદરામાં ડોક્ટર બેંકરની હોસ્પિટલ અને નિવાસસ્થાને ઇન્કમટેક્સની રેડ, બિનહિસાબી રૂપિયા 1.90 કરોડ રોકડ મળી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે દરોડાની કાર્યવાહી કરી રહ્યા છે. - Divya Bhaskar
ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે દરોડાની કાર્યવાહી કરી રહ્યા છે.
  • આવકવેરા વિભાગ દ્વારા બેંક એકાઉન્ટો, બેંક લોકરો સીઝ કર્યા

વડોદરામાં કોરોનાની મહામારી દરમિયાન હોસ્પિટલો દ્વારા કરવામાં આવેલી ઉઘાડી લૂંટ બાદ આવકવેરા વિભાગ દ્વારા હોસ્પિટલોમાં સર્ચ તેમજ દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે શહેરના જાણીતા ડોક્ટર દર્શન બેંકર્સની જુના પાદરા રોડ સહિત હોસ્પિટલો અને તેઓના નિવાસસ્થાને છેલ્લા ત્રણ દિવસથી ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે દરોડાની કાર્યવાહી કરી રહ્યા છે. દરોડાની કામગીરી દરમિયાન આવકવેરા વિભાગને ડોક્ટરના નીકટના કર્મચારી પાસેથી બિનહિસાબી રૂપિયા 1.90 કરોડ રોકડ મળી હોવાનું જાણવા મળ્યું છે.

બેંક લોકરો ખોલાયા બાદ સોનુ મળવાની શક્યતા
આવકવેરા વિભાગના સુત્રોમાંથી એવી પણ માહિતી મળી છે કે, છેલ્લા ત્રણ દિવસથી જુના પાદરા રોડ ઉપર આવેલી બેંકર્સ હાર્ટ ઇન્સ્ટીટ્યૂટ ઉપરાંત તેની વારસીયા રીંગ રોડ અને માંજલપુર ખાતે આવેલી હોસ્પિટલો તેમજ હોસ્પિટલના સંચાલક ડો. દર્શન બેંકરના વાસણા-ભાયલી રોડ ઉપર આવેલા નિવાસ સ્થાન ખાતે સર્ચ-દરોડોની કામગીરી ચાલી રહી છે. દરોડાની કામગીરી દરમિયાન બેંક એકાઉન્ટો, બેંક લોકરો સીઝ કરી તપાસ શરૂ કરવામાં આવી રહી છે. લોકરો ખૂલ્યા બાદ દરોડા દરમિયાન આવકવેરા વિભાગ દ્વારા બેંક એકાઉન્ટો, બેંક લોકરો સીઝ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. બેંક લોકરો ખોલાયા બાદ મોટા પાયે સોનુ તેમજ રોકડ મળવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

કરોડો રૂપિયાની બેનામી આવક મળી આવે તેવી શક્યતા
આ ઉપરાંત આવકવેરા વિભાગને સર્ચ-દરોડા દરમિયાન જમીનોની વિગતો મળી આવી હતી. આવકવેરા વિભાગે જમીન ખરીદીને લગતા કેટલાંક દસ્તાવેજો કબજે કરી તપાસ શરૂ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. આજે પણ આવકવેરા વિભાગ દ્વારા સર્ચ-દરોડાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. દરોડાની કામગીરીના અંતે કરોડો રૂપિયાની બેનામી આવક મળી આવે તેવી પણ શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

મોટાપાયે બેનામી વ્યવ્હાર મળ્યા.
મોટાપાયે બેનામી વ્યવ્હાર મળ્યા.

નિવાસ સ્થાનેથી આઇટીની ટીમને દસ્તાવેજો હાથ લાગ્યા
નોંધનીય છે કે, શહેરના જુના પાદરા રોડ ઉપર આવેલી બેંકર્સ હોસ્પિટલના સંચાલક ડો. દર્શન બેંકરના નિવાસસ્થાને આવકવેરા વિભાગના 50 જેટલા અધિકારીઓની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. આવકવેરા વિભાગે પ્રથમ દિવસે જ હોસ્પિટલમાંથી કેટલાક વાંધાજનક દસ્તાવેજો કબજે કર્યા હતા. તેમજ આવકવેરા વિભાગની ટીમ દ્વારા કમ્પ્યુટર, લેપટોપ પણ સીઝ કર્યા હતા અને તેની તપાસ કરવામાં આવી રહી છે. એવી પણ માહિતી મળી છે કે, ડો. દર્શન બેંકરના નિવાસ સ્થાનેથી પણ આઇટીની ટીમને દસ્તાવેજો હાથ લાગ્યા હતા. દસ્તાવેજોની ચકાસણી બાદ કરોડો રૂપિયાનું કાળું નાણું બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

ડોક્ટર બેંકરના નિવાસસ્થાને પણ રેડ ચાલી રહી છે.
ડોક્ટર બેંકરના નિવાસસ્થાને પણ રેડ ચાલી રહી છે.

હોસ્પિટલોના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો
ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન કોર્પોરેશન દ્વારા નક્કી કરેલા ભાવ કરતાં પણ મનસ્વી રીતે કોરોનાના દર્દીઓ પાસેથી લાખો રૂપિયાની વસૂલાત કરનાર શહેરની અનેક હોસ્પિટલો વિવાદમાં આવી હતી. આવકવેરા વિભાગ દ્વારા શહેરની અન્ય હોસ્પિટલોમાં પણ તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાની બનામી આવક બહાર આવવાની શક્યતાઓ છે. શહેરની બેંકર્સ હાર્ટ ઇન્સ્ટીટ્યૂટમાં આવકવેરા વિભાગે પાડેલા દરોડાને પગલે શહેરની કોરોનામાં ઉઘાડી લૂંટ ચલાવનાર કેટલીક હોસ્પિટલોના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અન્ય મોટી હોસ્પિટલોએ હિસાબો સેટ કરવાની કવાયત હાથ ધરી
બેંકર્સ ગ્રૂપ પર આવકવેરા વિભાગે જે કાર્યવાહી હાથ ધરી છે તેના પગલે અન્ય મોટી હોસ્પિટલોએ પણ હિસાબો સેટ કરવાની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળે છે. આ માટે તેમની ચાર્ટર્ડ અકાઉન્ટન્સ કંપની અને અન્ય આર્થિક સલાહકારોની સલાહ લેવાનું શરૂ કર્યું છે. જોકે આવકવેરા વિભાગ કોરોના સમય દરમિયાનથી હોસ્પિટલોની આર્થિક ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું હોવાથી આગામી સમયમાં નવા ફણગાં ફૂટે તો નવાઇ નહીં.

મહુવડની નર્સિંગ હોસ્ટેલમાં પણ તપાસ પરીક્ષા મોકૂફ કરી દેવાની ફરજ પડી
આવકવેરા વિભાગે બેંકર્સ ગ્રૂપની પાદરા સ્થિત મહુવડની નર્સિંગ હોસ્ટેલમાં પણ તપાસ હાથ ધરી હતી. શનિવારે રાત્રે તપાસ પૂરી થતાં હોસ્ટેલના કર્મચારીઓને ઘરે જવા દીધા હતા. આ ઉપરાંત હોસ્ટેલના વિદ્યાર્થીઓની પૂછપરછ હાથ ધરી હતી. હોસ્ટેલમાંથી પણ કેટલાક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યાં છે. અહીંની નર્સિગ કોલેજની પરીક્ષાઓ પણ આ દરોડાના પગલે મોકૂફ કરવામાં આવી છે.

કોરોનામાં મેડિકલ સાધનોથી લઇ પીપીઇ કિટ સુધીની ખરીદીમાં કરોડોની ગોલમાલ
કોરોના દરમિયાન હોસ્પિટલો દ્વારા કરોડો રૂપિયાના મેડિકલ સાધનો ખરીદવામાં આવ્યાં છે. ખાસ કરીને પીપીઇ કીટ સસ્તા ભાવે ખરીદીને હજારો દર્દીઓ પાસેથી કીટના બહાને લાખો રૂપિયા દર્દીઓ પાસે પડાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત પહેલા બે વેવમાં રેમડેસિવિર ઇન્જેક્શન્સના પણ મોટા પાયે કાળાબજાર થયા હતા. આ તમામ હરકતો અને વિવિધ કડીઓ પર આવકવેરા વિભાગની નજર છે.

બેંકર્સ ગ્રૂપના એક અધિકારી મહારાષ્ટ્રની ટૂર પર છે
બેંકર્સ ગ્રૂપના એક ચાવીરૂપ અધિકારીને ત્યાં દરોડો પડ્યો હોવાની હકીકત બહાર આવતા તરેહ તરેહની ચર્ચા થવા માંડી હતી. જેમાં જુદા જુદા નામો ચર્ચાતા હતા. જેમાં એક અધિકારી તો મહારાષ્ટ્રના ટુરિસ્ટ પ્લેસ પર હોવાની વાત ખુલતાં છેવટે ચર્ચા પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું હતું. ઉલ્લેખનીય છે કે, બેંકર્સ ગ્રૂપના ડો. દર્શન બેંકર સાથે બે અધિકારીઓ વર્ષોથી સંકળાયેલા છે અને ગ્રૂપમાં કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...