રોગચાળો:દિવાળીપુરા અને દંતેશ્વરમાં મલેરિયાના 2 કેસો નોંધાયા, ડેન્ગ્યૂના વધુ 34 અને ચિકનગુનિયાના 7 દર્દી મળ્યા

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં વકરતા રોગચાળા વચ્ચે દિવાળીપુરા અને દંતેશ્વર વિસ્તારમાં મલેરિયાના 2 દર્દીઓ નોંધાતાં કુલ આંક 4000ની નજીક પહોંચ્યો છે. સોમવારે શહેરમાં ડેન્ગ્યૂના 34 અને ચિકનગુનિયાના વધુ 7 કેસ નોંધાયા છે.

સોમવારે પાલિકાના સર્વેમાં તાવના 658 કેસ પાલિકાના ચોપડે નોંધાયા હતા. પાલિકાની ટીમોએ કરેલા સરવેમાં ઝાડા-ઊલટીના 96 કેસ નોંધાયા છે. પાલિકાએ મચ્છરનાં ઉત્પત્તિ સ્થાનનો શોધવા 29 સાઈટ અને 18 હોસ્ટેલમાં ચેકિંગ કર્યું હતું, જે પૈકી 5 સાઈટ અને 2 હોસ્ટેલને નોટિસ આપી હતી.

કોરોનાનો માત્ર એક પોઝિટિવ કેસ મળ્યો
શહેરમાં સતત બીજા દિવસે કોરોનાનો એક જ નવો દર્દી સોમવારે મળી આવ્યો હતો. જોકે આ માટે 2,341 સેમ્પલોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. આ નવો કેસ ફતેપુરા વિસ્તારમાં નોંધાયો હતો. શહેરમાં 34 લોકો હાલમાં ક્વોરન્ટાઇન છે. જ્યારે એક્ટિવ દર્દીની સંખ્યા 19 છે, જે પૈકી એકની ઓક્સિજન પર સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...