દિવાળી વેકેશન રદ:કોરોનામાં ગોત્રી હોસ્પિટલના તબીબોનું દિવાળી વેકેશન રદ, 142 કન્સલ્ટન્ટ તબીબો અને 80 રેસિડેન્ટ ડોક્ટર ખડેપગે રહેશે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વૈશ્વિક મહામારી કોરોનાના કપરા સમયમાં ગોત્રી હોસ્પિટલના તબીબો દિવાળીના વેકેશનમાં પણ પોતાની ફરજ નિભાવશે. તબીબોનું દિવાળી વેકેશન રદ થતાં તેઓ ઉનાળાના વેકેશન સાથે હવે દિવાળીના વેકેશનમાં ખડેપગે ફરજ નિભાવનાર છે.કોરોના મહામારીની શરૂઆત થતાં અત્યાર સુધી કોરોના વોરિયર્સ એવા તબીબોએ સતત કામગીરી કરી છે. લોકડાઉનમાં બધા લોકો પોતાના ઘરમાં હતા તેવા સમયે તબીબો કોરોના સંક્રમિત દર્દીઓને જીવના જોખમે સાજા કરવાની અથાગ કામગીરી કરતા હતા. ગોત્રી હોસ્પિટલમાં 142 કન્સલ્ટન્ટ તબીબો છે. દર વર્ષે ઉનાળાના વેકેશનમાં તબીબોને એક મહિનાનું અને દિવાળીમાં 15 દિવસનું વેકેશન મળે છે.

જોકે આ વર્ષે આ બંને વેકેશન રદ થતાં તેઓ રજાના દિવસોમાં પણ કામગીરી કરશે. વર્તમાન પરિસ્થિતિને જોતાં 15 દિવસનું વેકેશન રદ કરવામાં આવ્યું છે. જેના પગલે 142 કન્સલ્ટન્ટ તબીબો અને 80 જેટલા રેસિડેન્ટ ડોક્ટર આ સમયગાળામાં ખડેપગે ફરજ બજાવશે. હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને સામાન્ય રીતે કોઈ વેકેશન હોતું નથી. જોકે પૂર્વ મંજૂરી મેળવી તેમની નીકળતી રજાઓ ભોગવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...