તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Diwali To Be Celebrated In Corona Department Of Sayaji Hospital, Vadodara, Nursing Staff In Special Costumes Will Make The Celebration More Enjoyable

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:વડોદરાની સયાજી હોસ્પિટલના કોરોના વિભાગમાં ઊજવાશે દિવાળી, નર્સિંગ સ્ટાફ ખાસ વેશભૂષામાં ઉજવણીને વધુ આનંદપ્રદ બનાવશે

વડોદરા5 મહિનો પહેલા
સયાજી હોસ્પિટલના કોવિડ વિભાગમાં દિવાળીનું અનોખું આયોજન કરવામાં આવ્યું. - Divya Bhaskar
સયાજી હોસ્પિટલના કોવિડ વિભાગમાં દિવાળીનું અનોખું આયોજન કરવામાં આવ્યું.
  • દર્દીઓને તહેવાર પ્રસંગે હોસ્પિટલમાં જ ઘર જેવા આનંદની અનુભૂતિ કરાવવાનો પ્રયાસ

કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં પરિવારજનો અને પરિવારથી દૂર રહી સારવાર મેળવતા હોય છે. તેઓ દિવાળીના તહેવારનો આનંદ હોસ્પિટલમાં રહીને માણી શકે એ માટે સયાજી હોસ્પિટલના કોવિડ વિભાગમાં અનોખું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નર્સિંગ સ્ટાફ ખાસ વેશભૂષામાં ઉજવણીને વધુ આનંદપ્રદ બનાવશે.

દીવડા પ્રગટાવવામાં આવશે અને દર્દીઓને મીઠાઈ વહેંચવામાં આવશે
આ અંગે જાણકારી આપતાં વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું હતું કે કોવિડ હોસ્પિટલના ચોથા માળે જેમની સ્થિતિ સામાન્ય અને સ્થિર હોય અને જેમને ખૂબ ઓછા ઓક્સિજનની જરૂર પડતી હોય તેવા દર્દીઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે. તકેદારીના ભાગરૂપે આવા દર્દીઓ સાથે શનિવારના રોજ સાંજના 7.45 કલાકે દીપોત્સવી ઉત્સવ ઊજવવામાં આવશે. એના ભાગરૂપે દીવડા પ્રગટાવવામાં આવશે અને દર્દીઓને મીઠાઈ વહેંચી વર્ષના સહુથી મોટા તહેવારની મોજ અને મીઠાશનો અહેસાસ કરાવવામાં આવશે. આ રીતે દર્દીઓને તહેવાર પ્રસંગે હોસ્પિટલમાં જ ઘર જેવા આનંદની અનુભૂતિ કરાવવાનો પ્રયાસ થશે.

હોસ્પિટલમાં પસાર કરવી પડેલી દીપાવલીને યાદગાર બનાવાશે
ડો.બેલીમએ જણાવ્યું હતું કે કોરોનાની સારવારમાં દર્દીઓ પ્રસન્નતાની અનુભૂતિ કરે તો મનોબળ મજબૂત બને છે.અને આ માનસિક સકારાત્મકતા રોગના મુકાબલાની તાકાત આપે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અગાઉ નવરાત્રિ પ્રસંગે શારીરિક કવાયત ને ગરબા સાથે જોડીને શક્તિ આરાધના પર્વ મનાવવામાં આવ્યું હતું. એની જ આગળની કડી રૂપે હોસ્પિટલ સ્ટાફ અને તબીબોના સહયોગથી આ અનોખું આયોજન કરવામાં આવ્યું છે, જે દર્દીઓને તણાવમુક્તિમાં મદદરૂપ બનશે અને હોસ્પિટલમાં પસાર કરવી પડેલી દીપાવલીને યાદગાર બનાવશે.

કોરોનાથી જીવ ગુમાવનારાને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે
કોરોના વોરિયર તરીકે સયાજી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ માર્ચ મહિનાથી સતત દર્દીઓની સારસંભાળ લઈ રહ્યો છે. તેમણે દર્દીઓની દિવાળીને વધુ આનંદપ્રદ બનાવવાનું આયોજન કર્યું છે, જેના ભાગરૂપે જાગૃતિબહેન ચૌહાણ અને કમલેશ પરમારના નેતૃત્વ હેઠળ નર્સિંગ સ્ટાફની ટીમ વિવિધ પ્રકારની વેશભૂષામાં આ ઉજવણીમાં જોડાશે, જેનાથી ઉજવણી વધુ આનંદદાયક બનશે. આ પ્રસંગે કોરોના મહામારીમાંથી ઈશ્વર વડોદરા, ગુજરાત, ભારત અને સમગ્ર વિશ્વને સત્વર ઉગારે, બધા કોરોના વોરિયર્સને સલામત અને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના કરવાની સાથે કોરોનાને લીધે જેમણે જિંદગી ગુમાવી છે તેવા સહુ લોકોને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો