તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:ચોરોની દિવાળી! દુકાનમાંથી 14 લાખના 49 મોબાઇલ ચોર્યા

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના કારેલીબાગ પાણીની ટાંકી નજીક આવેલા સાંઈ કૃપા એપાર્ટમેન્ટમાં મોબાઇલ ફોનની દુકાનમાંથી તસ્કરોએ રૂા. 14 લાખની કિંમતના મોબાઈલ ફોન અને ટેબ્લેટની ચોરી કરતાં ચકચાર મચી હતી. બનાવ સંદર્ભે કારેલીબાગ પોલીસ મથકે ગુનો નોંધાઈ હતી.

શહેરના કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી નજીક સાંઈ કૃપા એપાર્ટમેન્ટ આવેલું છે. જેમાં સેમસંગ સ્માર્ટ કાફે નામની મોબાઇલ ફોનની દુકાન આવેલી છે. આજે સવારે દુકાનનું શટર તૂટ્યું હોવાની માહિતી મળતાં માલિક અંકિત પટેલે તેમના મેનેજર આરીફ રાઠોડને જાણ કરી હતી. જેના પગલે આરીફ રાઠોડ દુકાને દોડી ગયા હતા. દુકાને જઇને તપાસ કરતાં તસ્કરોએ શટરને વચ્ચેના ભાગેથી બેન્ડ કરી હેન્ડલ વડે ઊંચું કર્યું હતું. દુકાનમાં પ્રવેશી તસ્કરોઅે 49 મોબાઈલ ફોન અને 9 નંગ ટેબલેટની ચોરી કરી હતી. તસ્કરો ચોરી કરતા નજીકની દુકાનના સીસીટીવીમાં કેદ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો