મંજૂરી:દિવાળીની ભેટ, 28 એએસઆઇને બિનહથિયારી PSI તરીકે બઢતી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રેડ પે વધારા મામલે વિરોધ થયા બાદ સરકાર સફાળી જાગી
  • 46ને પ્રથમ અને 85ને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણની મંજૂરી

ગ્રેડ પે વધારા મામલે રાજ્યભરમાં ચાલેલા વિરોધ પ્રદર્શન બાદ સરકાર સફાળી જાગી છે. જેમાં વડોદરા શહેરમાં ફરજ બજાવતા 28 આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટરને બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બઢતી આપવામાં આવી છે. જ્યારે 131 કર્મચારીઓને પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ ગ્રેડ પે વધારાની માગ સાથે આંદોલન છેડ્યું હતું. જેમાં પોલીસ કર્મચારીઓના પરિવારો પણ જોડાયા હતા. જોકે વિરોધ વધતાં અંતે સરકાર બેકફૂટ પર આવી હતી. હવે દિવાળીના તહેવારો ટાણે શહેર પોલીસ વિભાગમાં વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓને બઢતી અને પગાર વધારો આપવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અનાર્મ પીએસઆઇની ખાલી જગ્યાઓ સામે અનાર્મ એએસઆઈને બઢતી આપવાનું નક્કી કરવામાં આવતાં શહેર પોલીસ વિભાગ દ્વારા શહેરના 28 એએસઆઈને પીએસઆઇની બઢતી આપવામાં આવી છે.

28 કર્મચારીને બઢતી આપવા સાથે જેમને 9 અને 12 વર્ષ થયાં છે તેવા હથિયારી કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ તેમજ બિનહથિયારી કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવામાં આવ્યું છે. શહેરમાં ફરજ બજાવતા 24 હથિયારી અને 22 બિનહથિયારી પોલીસ જવાનોને પ્રથમ અને 10 હથિયારી અને 75 બિનહથિયારી જવાનોને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મળશે.ઉલ્લેખનીય છે કે, પોલીસ આંદોલન શરૂ થતાં સફાળી જાગેલી સરકારે આ નિર્ણય લીધો હોવાનું મનાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...