ભાસ્કર એક્સકલૂઝિવ:દિવ્યાંગ ક્રિકેટરોને મળશે મોકળું મેદાન, ‌BCCI દિવ્યાંગોની સત્તાવાર ટીમ તૈયાર કરશે,શહેરના 150 ખેલાડીનું રજિસ્ટ્રેશન

વડોદરાએક મહિનો પહેલાલેખક: વીરેન્દ્રસિંહ વર્મા
  • કૉપી લિંક
DCCIના મુન્ના સિંગની ગાંગુલી સાથે ચર્ચા. - Divya Bhaskar
DCCIના મુન્ના સિંગની ગાંગુલી સાથે ચર્ચા.
  • પ્રજ્ઞાચક્ષુ, બધીર, ફિઝિકલ ડિસેબલ ખેલાડીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે

ભારતીય ડોમેસ્ટિક ટીમની જેમ બીસીસીઆઈએ દરેક રાજ્યમાં દિવ્યાંગોની સત્તાવાર ટીમ તૈયાર કરવા પ્રયાસ હાથ ધર્યો છે. આ માટે દરેક રાજ્યમાં ખેલાડીઓનું રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે. દેશમાંથી 1500 દિવ્યાંગ ક્રિકેટરોનું રજિસ્ટ્રેશન થયું છે, જેમાં શહેરના 150 સહિત ગુજરાતના 400નું રજિસ્ટ્રેશન કરાયું છે. ડિફ્રન્ટર ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર (ક્રિકેટ ઓપરેશન) અને ચીફ કોચ મુન્નાસીંગે જણાવ્યું કે, બીસીસીઆઈએ દિવ્યાંગ ક્રિકેટર્સ માટે ડિફ્રન્ટલી એબલ્ડ કમિટી (ડીસીસીઆઈ)ની રચના કરી છે.

જેના દ્વારા ખેલાડીનું રજિસ્ટ્રેશન શરૂ કરાયું છે, જેમાં પ્રજ્ઞાચક્ષુ, બધીર, ફિઝિકલ ડિસેબલ અને વ્હીલચેર ખેલાડીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે. રજિસ્ટ્રેશન બાદ ઝોનલ લેવલ પર ટેલન્ટ હન્ટ કરાશે. તે પછી ખેલાડીઓનું સિલેક્શન થશે અને ટીમ તૈયાર કરાશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ વિવિધ રાજ્યોમાં દિવ્યાંગો માટે અનેક એસોસિયેશનો હતાં, જેથી દેશની એક ટીમ બનાવવા મથામણ કરવી પડતી હતી, હવે બીસીસીઆઈએ એક જ રીઅલ ઇન્ડિયા ટીમ બનાવવા પ્રયાસ કર્યો છે, જેથી મેરિટના આધારે ટીમની પસંદગી કરાશે.

5 દિવ્યાંગ ક્રિકેટરો દેશ વતી રમી ચૂક્યા છે
વડોદરાના 4 દિવ્યાંગ ક્રિકેટરો દેશ વતી રમી ચૂક્યા છે, જેમાં ઇરફાન શેખ, વિપુલ પટેલ, રાકેશ વાજા અને રાજેન્દ્ર ચૌહાણનો સમાવેશ થાય છે. વર્ષો અગાઉ વિનય ડોંગરેએ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

સમાજમાં હવે નવી ઓળખ મળશે
બીસીસીઆઈ દિવ્યાંગ ક્રિકેટનું સંચાલન કરે તેવું વર્ષો જૂનું અમારું સ્વપ્ન હતું, જે હવે પૂરું થયું છે. અમને સમાજમાં નવી ઓળખ મળશે. - રાજેન્દ્ર ચૌહાણ, નેશનલ દિવ્યાંગ ખેલાડી, ભારતીય ટીમના ઉપસુકાની

અન્ય સમાચારો પણ છે...