તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બોગસ કોલ લેટરથી ઠગાઇ કરનાર દિવ્યા રિમાન્ડ પર

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • કોર્ટમાં નોકરીના બહાને નાણાં પડાવતી હતી
 • બોગસ સ્ટેમ્પ ક્યાં બનાવ્યા હતા તેની તપાસ

કોર્ટમાં પટાવાળા-ક્લાર્કની નોકરી માટે 25 થી 30 હજારમાં બોગસ કોલલેટર પધરાવતી યુવતીને પોલીસે કોર્ટ બહારથી ઝડપી લીધી હતી. પોલીસે શનિવારે દિવ્યા પટેલને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ‘હું કોર્ટમાં નોકરી કરું છું’ તેવું જણાવી પરિવારને અંધારામાં રાખ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

કોર્ટમાં સિદ્ધરાજ પરમાર અને મેહુલ ડાભી પટાવાળા તરીકે નોકરી પર હાજર થવાનો લેટર લઈ પહોચ્યા હતા. જિલ્લા રજિસ્ટ્રારે કોલલેટર તપાસતાં તે બોગસ નિકળ્યો હતો. દિવ્યા નરેશભાઈ પટેલ (નવસારી)એ આ ઠગાઇ કરી હોવાનું બહાર આવતાં પોલીસે તેને ઝડપી લઈ શનિવારે અદાલતમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તેણે બોગસ સ્ટેમ્પ ક્યાં બનાવ્યા હતા અને અન્ય કોની સંડોવણી છે તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો