તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:વડોદરા કોર્ટમાં પટાવાળાની નોકરીના બોગસ કોલ લેટર ઈસ્યુ કરનાર મહિલાની ધરપકડ

વડોદરા2 મહિનો પહેલા
ધરપકડ કરાયેલી દિવ્યા પટેલ.
  • વડોદરા કોર્ટના બોગસ કોલ લેટર, નકલી આઈકાર્ડ અને સીસીટીવી ફૂટેજ મળી આવ્યા

ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં નોકરી પર હાજર થવાના બોગસ કોલલેટર ઈશ્યુ કરીને કોર્ટના નામે પોતાનું તથા અન્ય લોકોના નકલી આઈકાર્ડ બનાવી છેતરપિંડી આચરવા મામલે વડોદરા જિલ્લા રજીસ્ટ્રારગોત્રી પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બોગસ કોલ લેટર, નકલી આઈકાર્ડ તથા CCTV ફૂટેજના આધારે દિવ્યા અક્ષયભાઈ પટેલ નામની મહિલાને ઝડપી પાડવામાં આવી છે.

નોકરીના પત્રમાં રજિસ્ટ્રાર જનરલના હોદ્દા ઉપર ખોટી સહીઓ કરી હતી
વડોદરા જિલ્લા અદાલતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશના આદેશ અનુસાર રજીસ્ટ્રારે ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે 18 ડિસેમ્બરના રોજ બે વ્યક્તિ વડોદરા એડિશનલ કોર્ટમાં કર્મચારી યશ પરમારના નામનો નોકરી પર હાજર થવા અંગેનો પત્ર લઈને કોર્ટ આવ્યા હતા. જે પત્રમાં રજિસ્ટ્રાર જનરલના હોદ્દા ઉપર ખોટી સહીઓ કરી હતી અને તેની નીચે હાઇકોર્ટ ઓફ ગુજરાત ગાંધીનગરનો ઉલ્લેખ કર્યો હતો તેમજ રાષ્ટ્રીય ચિન્હોનો ઉપયોગ કરી લેટરપેડ બનાવવામાં આવ્યો હતો.

રજીસ્ટ્રારે કોલ લેટરની ચકાસણી કરતા તે બોગસ હોવાનું બહાર આવ્યું
ત્યારબાદ તેઓએ જણાવ્યુ હતુ કે, યશ પરમાર તેમના સંબંધી થાય છે. યશ પરમારને ક્યારે અને કઈ કોર્ટમાં નોકરી ઉપર હાજર કરવાના છે, તેની તપાસ માટે આવ્યા છીએ. રજીસ્ટ્રારે કોલ લેટરની ચકાસણી કરતા તે બોગસ હોવાનું બહાર આવ્યું હતું. જેથી બંને શખ્સોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, નોકરી પર હાજર થવા માટેનો પત્ર પોસ્ટ દ્વારા મળ્યો છે, ત્યારબાદ 22 માર્ચના રોજ અન્ય એક વકીલ રજીસ્ટ્રારની ચેમ્બરમાં પહોંચ્યા હતા અને તેમની સાથે આવેલા અન્ય વ્યક્તિઓએ પણ આ જ પ્રમાણે નોકરી પર હાજર થવાનો પત્ર રજૂ કર્યો હતો. આ પત્ર તેઓને દિવ્યાબેન પટેલ નામની મહિલાએ આપ્યો હોવાનું જણાવ્યું હતું.

દિવ્યા પટેલે કોર્ટનું ખોટું ઓળખ કાર્ડ બનાવ્યું હતું.
દિવ્યા પટેલે કોર્ટનું ખોટું ઓળખ કાર્ડ બનાવ્યું હતું.

રજીસ્ટ્રારની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે તપાસ શરૂ કરી
રજીસ્ટ્રારની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે દિવ્યાબેન નરેશભાઈ પટેલ(રહે, વેજીટેબલ માર્કેટ, ગોહિલ હોસ્પીટલ, નવસારી ) વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુરુ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોર્ટની ગરિમાને નુકસાન પહોંચાડી છેતરપિંડી કરી
અત્રે નોંધનીય છે કે, દિવ્યાબેન પટેલ પાસે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ડિસ્ટ્રીક્ટ એન્ડ સિવિલ કોર્ટ વડોદરા થર્ડ એડિશનલ કોર્ટનું બોગસ ઓળખકાર્ડ તેમજ એક્ટિવા ઉપર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ વડોદરા સ્ટાફનું સ્ટીકર પણ છે. કોર્ટ સંકુલના મુખ્ય પ્રવેશદ્વાર નજીક શંકાસ્પદ ગતિવિધિ કરી ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ કોર્ટ વડોદરાના નામે નોકરી પર હાજર થવા બાબતે ખોટા અને બોગસ પત્ર જારી કરીને કોર્ટના નામે પોતાનું ખોટું ઓળખકાર્ડ બનાવી અન્ય વ્યક્તિઓને પણ આવા ઓળખ પત્ર બનાવી આપી કોર્ટની ગરિમાને નુકસાન પહોંચાડી છેતરપિંડી કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો