તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન:જિલ્લા અને તાલુકા કક્ષાના 8 શ્રેષ્ઠ શિક્ષકોનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે વડોદરામાં સન્માન

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રેષ્ઠ શિક્ષક તરીકે 3 અને તાલુકા કક્ષાએ 5 શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી

શિક્ષણ અને બાળકોના સર્વાંગી વિકાસમાં ઉત્તમ યોગદાન આપનારા શિક્ષકોને જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરીને દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ પ્રસંગે એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. વડોદરા જિલ્લામાં જિલ્લા અને તાલુકા કક્ષાના આઠ શ્રેષ્ઠ શિક્ષકોનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક
સન 2021ના વર્ષ માટે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે 3 અને તાલુકા કક્ષાએ 5 શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. વડોદરામાં આજે યોજાયેલા શિક્ષક સન્માન સમારોહમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે 1) કામિની પટેલ, ગિજુભાઈ બધેકા પ્રાથમિક શાળા, વડોદરા, 2) પ્રિયતમા કનીજા, મેથી - કરજણ અને 3) પ્રણવકુમાર પરીખ, ગણેશપુરા - વાઘોડિયાનો સમાવેશ થાય છે.

તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક
તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે 1) આરીફખાન પઠાણ - ચોરપુરા,સાવલી, 2) રમણભાઈ રોહિત, દનોલી - પાદરા, 3) મહેશ પરમાર - તતારપુરા,વડોદરા, 4) નેહાકુમારી સોનગરા, અનગઢ,વડોદરા અને 5) કૃણાલ જોશી - ભાદરવાનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તથા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.