ફાર્મા ડ્રગ્સકાંડ:20000 ઇન્જેક્શન માટે ડિસ્ટ્રિબ્યૂટરે MRને 1 જ મહિનામાં 600 કોલ કર્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • MRની ધરપકડ બાદ ડિસ્ટ્રિબ્યૂટર ભૂગર્ભમાં
  • પોલીસે​​​​​​​ કોલ અંગે પુછતાં તરસાલીના ડિસ્ટ્રીબ્યુટર જવાબ ના આપ્યો

ચિંટુ ઉર્ફે ચિંતન પટેલને અન્ય બે દલાલો દ્વારા ડ્રગ્સની સીરીંજ તરીકે લેવાતાં ઇન્જેક્શનો વેચનાર એમ.આર.રવીન્દ્ર ઉર્ફ રવી પટેલ (ઉ.39, રે.અટલાદરા) દ્વારા વડોદરામાં વેચાયેલા ઇંન્જેકશનો અંકલેશ્વરની ફાર્મા કંપનીના અને તરસાલી-ગોત્રીના ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ખરીદ્યા હોવાનું તપાસમાં બહાર આવતાં ગોત્રીનો ડિસ્ટ્રીબ્યુટર ભુર્ગભમાં ઉતરી ગયો છે. જયારે તરસાલીના ડિસ્ટ્રીબ્યુટરની પુછપરછ જારી છે.

પોલીસે તપાસ વેગીલી બનાવતાં અનંત શાહ હાલ ભુર્ગભમાં ઉતરી ગયો છે અને તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. જયારે બીજી બાજુ તરસાલીના ડિસ્ટ્રીબ્યુટર કહે છે કે મેં 20 હજાર ઇંજેકશન કાયદેસર રીતે અન્ય રાજયની અધિકૃત એજન્સીને વેચ્યા છે. પોલીસે પુછયું હતું કે ‘રવીન્દ્ર પટેલ સાથે એક માસમાં 600 વાર વાતચીત શા માટે કરી હતી? તે અંગે તે જવાબ આપી શકયો ન હતો.

એસઓજી સૂત્રોએ જણાવ્યું હતું કે ‘અન્ય રાજયમાં વેચેલા ઇંજેકશનો કાયદેસર રીતે વેચાયા હતા કે કેમ? તે દિશામાં ગહનતાથી તપાસ હાથ ધરાઈ છે.રવીન્દ્ર 5 વર્ષથી બંનેના સંપર્કમાં હોવાનું અનુમાન ફાર્મા ડ્રગ્સમાં તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘કોલ ડીટેલ જોતાં રવીન્દ્ર પટેલ ગોત્રી અને તરસાલીના ડિસ્ટ્રીબ્યુટરના સંપર્કમાં છેલ્લા પાંચ વર્ષથી હોવાનું અનુમાન છે.

પણ ઇંજેકશન માટે કેટલી વાર વાત થઇ તે કહેવું મુશ્કેલ છે.ચિંતન પટેલે મુંબઇના શખ્સનું નામ પણ લીધું હતું ત્યારે ચિંતન પટેલ ઉર્ફે ચિંટુએ શરૂઆતમાં મુંબઇના શખ્સનું નામ લીધું હતું. પણ મુંબઇનો શખ્શ ભુગર્ભમાં ઉતરી જતાં ચિંતન પટેલે વડોદરાના દલાલોના નામ આપતાં વાત છેક કંપની સુધી પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...