ડિગ્રી સર્ટિફિકેટનું વિતરણ:વડોદરાની MSUના 70માં કોન્વોકેશનના ડિગ્રી સર્ટિફિકેટનું વિવિધ ફેકલ્ટીમાં આવતીકાલથી વિતરણ શરૂ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ડિગ્રી સર્ટિફિકેટ વિદ્યાર્થીએ જાતે જ લેવા આવવાનું રહેશે

વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડૉ. વિજયકુમાર શ્રીવાસ્તવ દ્વારા વિધ્યાર્થીઓ ને આગળ વધુ અભ્યાસ માટે અથવા વિદેશ અભ્યાસ માટે પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી ત્વરિત નિર્ણય લેતા આવતીકાલથી ડિગ્રી વિતરણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓએ પોતાની ફેકલ્ટીમાંથી ડિગ્રી મેળવવાની રહેશે.

ડિગ્રી મેળવવા માટે વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવા ની મુખ્ય બાબતો

  • ડિગ્રી સર્ટિફિકેટ જે-તે વિદ્યાર્થી એ જાતે જ લેવા આવવાનું રહેશે
  • ડિગ્રી સર્ટિફિકેટ લેવા આવતી વખતે સિસ્ટમ જનરેટેડ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ જેમાં એપ્લીકેશન નંબર, પેમેન્ટની માહિતી, વિદ્યાર્થીની સહી હોવી ફરજિયાત રહેશે
  • જે વિદ્યાર્થી પોતે ડિગ્રી સર્ટિફિકેટ લેવા ન આવી શકે તેવા સંજોગોમાં વિધ્યાર્થીએ ઓથોરિટી લેટર, આવનાર વ્યક્તિ નું સરકાર માન્ય ઓળખ કાર્ડ, અને જરૂરી ડોકયુમેંટ સાથે ખરાઈ કરીને આપવા માં આવશે.
  • વિદ્યાથીઓને આ સાથે વિનંતી કરવા માં આવે છે કે www.msubaroda.ac.in ઉપરથી પોતાનો સિરિયલ નંબર નોંધી લેવો જેથી ડિગ્રી ઝડપથી મેળવી શકાય.
અન્ય સમાચારો પણ છે...