તૈયારી:ચાર કૃત્રિમ તળાવોમાં અત્યાર સુધી 5468 પ્રતિમાનું વિસર્જન

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રવિવારે રાત્રે 11 વાગ્યા સુધીમાં વિસર્જન સંપન્ન કરાશે
  • અનેક મંડળો દ્વારા પંડાલ સ્થાને જ ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરાશે

ગણેશોત્સવમાં પ્રતિમાઓના વિસર્જન માટે તંત્ર દ્વારા 4 ઝોનમાં બનાવવામાં આવેલાં કૃત્રિમ તળાવોમાં અત્યાર સુધી કુલ 5468 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ નવલખી તળાવમાં કુલ 2533 પ્રતિમાઓ વિસર્જિત થઈ છે. તંત્રે શહેરીજનો અને ગણેશ મંડળોને પર્યાવરણની જાળવણી માટે પ્રતિમાનું વિસર્જન પોતાના ઘરે અથવા સોસાયટીમાં કરે તેવી અપીલ કરવામાં આવી છે.

19 સપ્ટેમ્બરના રોજ અનંત ચતુર્દશીએ 10મા દિવસનું અંતિમ ગણેશ વિસર્જન કરવામાં આવશે. જેમાં ચારેય કૃત્રિમ તળાવો પર રાતના 11 વાગ્યા સુધીમાં તંત્ર દ્વારા ગણેશ વિસર્જન સમાપ્ત કરાવી દેવાની તૈયારી રાખવામાં આવી છે. કૃત્રિમ તળાવો પર તંત્રે વિસર્જનને લઈને પણ આખરી ઓપ આપી દીધો છે, જેમાં લાઈટ, પાર્કિંગ, તરવૈયાઓ સહિતની તૈયારી પૂરી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જે સ્થળ પર કૃત્રિમ અને કુદરતી તળાવો સાથે સાથે છે, તે વિસ્તારોમાં લોકો કૃત્રિમ તળાવોમાં જ વિસર્જન કરે તે માટેની ચોકસાઈ રાખવાની જવાબદારી પણ ચોક્કસ અધિકારીઓને સોંપાઇ છે.

ગણેશ વિસર્જનને હવે શનિવારનો જ દિવસ બાકી છે ત્યારે બાપ્પાને રિઝવવા માટે અન્નકૂટ, પૂજા, યજ્ઞ સહિત પૂજાવિધિ કરી રહ્યાં છે. અનેક ગણેશ મંડળો દ્વારા રવિવારના રોજ બાપ્પાની વિદાય ધામધૂમથી કરવા માટેની તૈયારીઓ કરી દીધી છે. શહેરના પ્રતાપ મડઘાની પોળ, માંજલપુરના રાજા સહિતનાં ગણેશ મંડળો દ્વારા પ્રતિમાને પંડાલ સ્થાને જ વિસર્જન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...