વોર્ડ પુન: રચનાની દરખાસ્ત પરત ખેંચવા વિપક્ષ નેતાએ માગણી કરી છે. ચૂંટણી વોર્ડ દીઠ વહીવટી વોર્ડ બનાવી શકાય નહીં, કારણ કે દર ચૂંટણીમાં ચૂંટણી વોર્ડ બદલાય છે, જેથી વ્યવહારિક ના હોવાનું કારણ આપ્યું છે. ઇલેક્શન વોર્ડ 16ની વહીવટી કચેરી ઇલેક્શન વોર્ડ 14માં દર્શાવાતાં પણ વિવાદ થયો છે. વિપક્ષ નેતા અમી રાવતે રજૂઆતમાં જણાવ્યું છે કે, જે પ્રમાણે દરખાસ્તમાં વોર્ડની પુન: રચના સૂચવાઈ છે તે પ્રમાણે 1 વોર્ડનો વિસ્તાર 2246 કિમીથી 24.81 ગણો મોટો છે, જેથી તેમાં વહીવટી સરળતા દેખાતી નથી.
બીજું પાલિકાના બજેટમાં 1500 કરોડ જેટલી રકમ મહેકમમાં જાય છે. પુન: રચના કરી વોર્ડ વધારતાં સ્ટાફમાં વધારો કરવો પડશે અને મહેકમ ખર્ચ પણ વધશે.આ માટે લાંબાગાળાનું આયોજન જરૂરી છે. બીજી બાજુ ઇલેક્શન વોર્ડ 16ની વહીવટી કચેરી ઇલેક્શન વોર્ડ 14માં દર્શાવાતાં પણ વિવાદ સર્જાયો છે. વોર્ડ 16ના કાઉન્સિલર સ્નહેલ પટેલે સોમા તળાવ રેન બસેરા ખાતે કચેરી ખસેડવાની રજૂઆત કરી હતી.
કેટલી જગ્યા ખાલી? | ||
કુલ જગ્યા | ખાલી જગ્યા | |
ક્લાસ 1 | 64 | 38 |
ક્લાસ 2 | 329 | 117 |
ક્લાસ 3 | 3330 | 1721 |
ક્લાસ 4 | 6512 | 1850 |
કુલ | 10,235 | 3726 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.