ચર્ચા:જિલ્લા એલસીબીના વિવાદિત સાત જવાનને છુટા કરી દેવાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહીવટદાર અને 2 વગદારને બચાવી લેવાતાં ચર્ચા ઊઠી
  • આજથી 7 જવાનો પોલીસ હેડ ક્વાર્ટરમાં હાજર થશે

જિલ્લા પોલીસ વડાએ એક સાથે 35 પોલીસ કર્મીઓની બદલીઓ કરી હતી. જેને લઇ જિલ્લા પોલીસમાં છૂપો અસંતોષ ફેલાયો છે. જેણે ઉગ્ર સ્વરૂપ પકડ્યું હતું. વહીવટદારે બદલીઓ છતાં જવાનોને ચાર્જ નહિ છોડવા જણાવ્યું હતું. જેના અહેવાલો પ્રસિદ્ધ થતા છેવટે જિલ્લા પોલીસ વડાએ ગંભીર નોંધ લઇ બદલી કરાયેલ એલસીબીના 7 જવાનોને તાત્કાલિક છુટા કરી દેવાનો આદેશ કરતા તમામને છુટા કરી દેવાયા હતા. આવતી કાલે રવિવારે છુટા કરાયેલ તમામ હેડ ક્વાટરમાં હાજર થશે. બુધવાર અને ગુરુવારે એસઓજીના 5 જવાનોએ ચાર્જ છોડી હેડ ક્વાટર ખાતે હાજર થયા હતા.

પરંતુ વિવાદાસ્પદ બનેલી એલસીબીના બદલાયેલા જવાનોએ તપાસમાં રોકાયેલા હોવાનું બહાનું કાઢી ચાર્જ નહિ છોડતાં વહીવટદાર ધારે તે જ કરી શકે એમ છે એવી ચર્ચા પોલીસબેડામાં ચાલી રહી હતી. આજે પોલીસ વડા રોહન આંનંદે એલસીબીના તમામને છુટા કરી દેવાનો આદેશ આપતા અગાઉ બદલી કરાયેલા જવાનોએ છુટા નહિ કરવા માટે ધમપછાડા કર્યા હતા. પરંતુ કોઈનું કાંસુ ચાલ્યું ન હતું.

બદલીઓમાં મોટા વહીવટદારોને બાકી રખાયા હોવા ઉપરાંત અગાઉ ખાતાકીય કાર્યવાહીનો સામનો કરી ચૂકેલા કલંકીત કર્મીઓ કોના ઇશારે બાકી રહી ગયા એવો પણ સવાલ ઊભો થયો છે. ત્યારે આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું પણ નક્કી કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...