તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોક અદાલત:કર્ફ્યૂભંગના 10 હજારથી વધુ કેસનો એક જ દિવસમાં નિકાલ

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25,919 કેસનો નિકાલ થતાં પક્ષકારને રૂ 60 કરોડથી વધુનું વળતર ચૂકવાશે
  • ચેક રિટર્નના 1483 કેસનો નિકાલ થતાં વળતર પેટે રૂ 26.71 કરોડની રકમ પક્ષકારોને મળશે : અકસ્માતના કેસોમાં પણ પક્ષકારોને વળતર પેટે રૂ 13 કરોડની રકમ ચૂકવાશે

લોકડાઉન દરમિયાન હજારો લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદો દાખલ થઇ હતી અને તેમાં ખાસ કરીને કરફ્યુ ભંગના ગુનાઓની સંખ્યાનો આંક ચોંકાવનારો હતો ત્યારે આ ફરિયાદોનો નિકાલ ક્યારે થશે, તે મોટો પ્રશ્ન હતો ત્યારે ગઇકાલે યોજાયેલી નેશનલ લોક અદાલતમાં 10 હજારથી કરફ્યુ ભંગના ગુનાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

લોક અદાલતમાં અંદાજે 55 હજાર જેટલા ગુનાઓ મુકવામાં આવ્યાં હતા અને તે પૈકી 25919 ગુનાનો નિકાલ કરવામાં આવ્યો હતો. લોક અદાલતમાં હજારોની સંખ્યામાં કેસનો નિકાલ થતાં પક્ષકારોને વળતર પેટે રૂા.60 કરોડથી વધુની રકમ ચૂકવાશે.લોક અદાલતમાં ચેક રિટર્ન, બેંક રિકવરી, કર્ફ્યૂ ભંગ, અકસ્માત, લેબર એક્ટના ગુના, ઇલેક્ટ્રિસિટી બીલ, મેટ્રીમોનિયલ ડિસ્પ્યુટ સહિતના કેસો મૂકવામાં આવ્યા હતા. લોક અદાલતમાં વધુમાં વધુ કેસનો નિકાલ થાય તેવા ઉદ્દેશ્ય સાથે યોજાયેલી લોક અદાલતમાં લોક ડાઉન દરમિયાન નોંધાયેલા કરફ્યુ ભંગ સહિતના કેસનો નિકાલ કરવાનો પ્રયાસ હાથ ધરાયો હતો અને તેના કારણે 10 હજારથી વધુ કરફ્યુ ભંગના ગુનાનો નિકાલ થઇ શક્યો હતો.

આ ફરિયાદમાં આરોપીઓને રૂા.100 જેવો નજીવો દંડ કરીને કેસનો નિકાલ કરાયો હતો.લોક અદાલતમાં ચેક રિટર્નના કેસમાં સાૈથી વધુ પક્ષકારોને વળત ચૂકવાયું હતું. કુલ 9423 કેસ મૂકવામાં આવતાં તે પૈકી 1483 કેસનો નિકાલ થતાં પક્ષકારોને રૂા.26.71 કરોડ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

આ જ રીતે માર્ગ અકસ્માતના કેસોમાં પણ 483 પૈકી 117 કેસનો નિકાલ થતાં પક્ષકારોને રૂા.13 કરોડ જેવી રકમ ચૂકવવાનો આદેશ થયો હતો. નાણાં રિકવરીના 3054 કેસ લોક અદાલતમાં મુકવામાં આવતાં તે પૈકી 330 કેસનો નિકાલ થયો હતો અને તેમાં પણ રૂા.2.74 કરોડ પક્ષકારોને ચૂકવવાનો આદેશ થયો હતો. આમ લોક અદાલતમાં મોટી સંખ્યામાં કેસનો નિકાલ થયો હતો.

ચેક રિટર્ન કેસમાં સૌથી વધુ વળતર ચૂકવાયું

કેસનો પ્રકારકુલ કેસકેસનોસેટલમેન્ટ
નિકાલએમાઉન્ટ
મની રિકવરી3054330રૂ 2,74,79,679
ઇલેક્ટ્રસિટી બીલ1666529રૂ 34,05,492
ચેક રિટર્ન (138)94231,483રૂ 26,71,47242
એમએસીટી483117રૂ 13,07,29,399
બેંક રિકવરી કેસ23281રૂ 3, 60,75,735

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...