વ્યવસ્થા:બે મહિનામાં 5 ઓપન હાઉસમાં રજાચિઠ્ઠીની 74 ફાઇલનો નિકાલ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાંધકામ મંજૂરી મેળવવા માટે ધરમધક્કા બંધ
  • હાઇએસ્ટ 2.35 કરોડની ફાઇલને મંજૂરી: પાલિકાને 74 કરોડ આવક

કોર્પોરેશનને બે મહિનામાં જ બાંધકામ પરવાનગી માટે 5 ઓપન હાઉસ યોજી 74 ફાલોનો નિકાલ કરાયો છે. આ રજાચિઠ્ઠીઓની રૂા. 76 કરોડની આવક થઇ છે. માત્ર સાત મહિનામાં રૂા. 164 કરોડની આવક થઇ છે.રૂા.1 કરોડ ઉપરની 24 ફાઇલો તથા હાઇએસ્ટ 2.35 કરોડની એક ફાઇલ મંજૂર થઇ હતી.

વડોદરા મહાનગર પાલિકા દ્વારા બાંધકામ પરવાનગી માટે આપવામાં આવતી રજાચિઠ્ઠી માટે ડેવલોપર્સ તથા અન્ય લોકોને ધક્કા ખાવા પડતા હોય છે તેવી અનેક ફરિયાદો પછી સત્તાધીશો દ્વારા રજાચિઠ્ઠી વહેલી તકે મળી રહે તે માટે ઓપન હાઉસના માધ્યમથી તાત્કાલિક ધોરણે રજાચિઠ્ઠી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરી હતી.

મ્યુ.કમિશ્નર શાલીની અગ્રવાલે જણાવ્યું હતું કે ઓગષ્ટ મહિનાથી ઓપન હાઉસની શરૂઆત કરવામાં આવી હતી બે મહિનામાંં પાંચ ઓપન હાઉસ કરવામાં આવ્યા હતા. જેમાં 74 ફાઇલો નો નિકાલ કરાયો હતો જેની 76 કરોડ આવક થઇ હતી. 10 કરોડ રૂપિયા કોર્પોરેશનમાં જમા થઇ ગયા છે. 2020માં એપ્રિલ થી 2021 માર્ચ સુધીમાં 153 કરોડ રૂપિયા આવક થઇ હતી જયારે એપ્રિલ 2021 થી અત્યાર સુધીમાં 164 કરોડ રૂપિયાની આવક થઇ છે. કોર્પોરેશનમાં ઓકટ્રોય, જનરલ ટેકસ પછી રજાચિઠ્ઠીની આવક થતી હોય છે.

જોકે ફાઇલોનો વહેલી તકે નિકાલ કરવાના કારણે આવકમાં વધારો થયો છે. 1 કરોડ ઉપરની 24 ફાઇલો મંજૂર થઇ હતી. જયારે હાઇએસ્ટ 2.35 કરોડની એક ફાઇલ મંજૂર થઇ હતી. 25 જેટલી ફાઇલોની જ 26.35 કરોડ રૂપિયા આવક કોર્પોરેશનને થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...