• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Displaced People Of Sanjaynagar Handed Over An Application To The MP Demanding Payment Of House And Rent, Saying: MP Is Not Ready To Listen To Us.

વડોદરા:સંજયનગરના વિસ્થાપિતોએ મકાન અને ભાડું ચુકવવાની માંગ સાથે સાંસદને આવેદનપત્ર આપ્યું, કહ્યું: સાંસદ અમારી વાત સાંભળવા તૈયાર નથી

વડોદરા2 વર્ષ પહેલા
વડોદરાના સાંસદને રજૂઆત કરી રહેલા સંજયનગરના વિસ્થાપિતો
  • સાંસદ રંજનબેન ભટ્ટ કહે છે કે, હું મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરીશ અને વહેલી તકે તેઓને મકાન મળે તેવા પ્રયાસો કરીશ

વહેલી તકે મકાન આપવા અને ભાડું ચુકવવાની માંગને લઇને છેલ્લા કેટલાક દિવસથી આંદોલન ચલાવી રહેલા સંયજનગરના વિસ્થાપિતો ભાજપ કાર્યલય પહોંચ્યા હતા. વડોદરા શહેર ભાજપા પ્રમુખ અને સાંસદને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. વડોદરા શહેર ભાજપા પ્રમુખ અને સાંસદ અમારી વાત સાંભળવા તૈયાર ન હોવાનો વિસ્થાપિતોએ આક્ષેપ કર્યો હતો. 

વિસ્થાપિતો તાળીઓ વગાડી ભાજપાના હોદ્દેદારોને જગાડવાનો પ્રયાસ કર્યો 
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્લમ ફ્રી સીટી બનાવવાના પ્રોજેક્ટ અંતર્ગત 3 વર્ષ પૂર્વે વારસીયા રિંગ રોડ ઉપર આવેલી સંજયનગર ઝૂંપડપટ્ટી દૂર કરવામાં આવી હતી. ઝૂંપડાવાસીઓને જ્યાં સુધી આવાસ ફાળવવામાં ન આવે ત્યાં સુધી માસિક ભાડું ચૂકવવાની ખાત્રી આપવામાં આવી હતી. પરંતુ, 3 વર્ષ પછી પણ આવાસ તો ઠીક 6થી 8 માસથી ભાડું પણ આપવામાં ન આવતા 1800 જેટલા ઝૂંપડાવાસીઓ દ્વારા છેલ્લા 19 દિવસથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. વિસ્થાપિતો આજે પોતાની માંગ સાથે સયાજીગંજ ભાજપા કાર્યલય ખાતે પહોંચ્યા હતા. કાર્યાલય બહાર તાળીઓ વગાડી ભાજપાના હોદ્દેદારોને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. તે બાદ વડોદરા શહેર ભાજપા પ્રમુખ અને સાંસદ રંજનબહેન ભટ્ટને મકાનો આપવા અને બાકી રહેલું ભાડું ચૂકવવા માટે આવેદનપત્ર આપ્યું હતું. 

એક મહિલાએ બીજી મહિલાનું દુઃખ સમજી ન શક્યા તેનું અમને દુઃખ છે
સંજયનગર ઝૂંપડપટ્ટી વિકાસ સમિતિના મહિલા પ્રમુખ સીમાબહેન રાઠોડે આક્ષેપ કર્યો હતો કે, વડોદરા શહેર ભાજપ પ્રમુખ અને સાંસદનો હોદ્દો સંભાળતા રંજનબહેન ભટ્ટે અમારી રજૂઆત સાંભળી નથી. અને અમને ઓફિસમાંથી જતા રહેવા જણાવ્યું છે. એક મહિલાએ બીજી મહિલાનું દુઃખ સમજી ન શક્યા તેનું અમને દુઃખ છે. આજે તેઓ કહે છે કે, હું તમોને મકાન જલદી મળે તે માટે રજૂઆત કરીશ. ત્યારે શું 3 વર્ષ સુધી કોઇ રજૂઆત કરી જ નથી. 

સાંસદ કહે છે કે, વહેલી તકે તેઓને મકાન મળે તેવા પ્રયાસો કરીશ
વડોદરા શહેર ભાજપા પ્રમુખ અને સાંસદ રંજનબહેન ભટ્ટે જણાવ્યું હતું કે, સંજયનગરના ઝૂંપડાવાસીઓએ મને તેઓના પ્રશ્ન અંગે આવેદનપત્ર આપ્યું છે. હું ચોક્કસ પણ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરીશ. અને વહેલામાં વહેલી તકે તેઓને મકાન મળે તેવા પ્રયાસો કરીશ.

અન્ય સમાચારો પણ છે...