આદેશ:દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

આદિવાસી યુવતીની સાથે દુષ્કર્મ ગુજારી તેને માતા બનાવી દિધા બાદ તરછોડી દેવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી. ઉલ્લેખનિય છે કે, ફેશન ડિઝાઈનરનો કોર્સ કરવા નર્મદા જિલ્લામાંથી વડોદરા ખાતે આરોપી પ્રદિપ જયસ્વાલની લક્ઝરીમાં આવતી આદિવાસી યુવતીને પ્રદિપે પોતાની પ્રેમજાળમાં ફસાવી અંબાજી મંદિર ખાતે લઈ જઈ તેની સેંથીમાં સિંદુર પુરીને પત્નિ બનાવી શારિરીક સંબંધ બાંધી તેને માતા બનાવી હતી.

યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પ્રદીપ ઉર્ફે પપ્પુ જયસ્વાલએ જામીન અરજી મુકતા તેની સુનાવણીમાં સરકારી વકીલ ભાવીક પુરોહીત હાજર રહ્યાં હતાં. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની જામીન અરજી મંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...