કાર્યવાહી:લક્ષ્મીપુરા દુષ્કર્મ પ્રકરણમાં દિશાંત-નાઝીમ જેલ હવાલે

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
દિશાંત કહાર, 
નાઝીમ મિર્ઝા - Divya Bhaskar
દિશાંત કહાર, નાઝીમ મિર્ઝા
  • રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા

શહેરમાં કબડ્ડી પ્લેયર સાથેના દુષ્કર્મના બનાવમાં પોલીસે દિશાંત કહાર અને નાઝીમ મિર્ઝાના વધુ રિમાન્ડની માગણી સાથે બંનેને કોર્ટમાં રજૂ કર્યા હતા. જોકે કોર્ટે વધુ રિમાન્ડ નામંજૂર કરતાં બંનેને મધ્યસ્થ જેલમાં મોકલી અપાયા છે. ચકચારી કબડ્ડી પ્લેયર સાથે દુષ્કર્મ અને આપઘાતના બનાવમાં ગોરવા પોલીસે ગુરુવારે યુવતીના મિત્રો અને સંબંધીઓનાં નિવેદન લીધાં હતાં.

તદુપરાંત એક સાક્ષીનું 164 મુજબનું નિવેદન રેકોર્ડ કરાયું હતું. દુષ્કર્મના બનાવમાં આરોપી દિશાંત કહાર અને નિઝામ મિર્ઝાના 5 દિવસના રિમાન્ડ ગુરુવારે પૂર્ણ થતાં પોલીસે બંને આરોપીઓને સાથે રાખીને ગુનાની વધુ તપાસ કરવાની હોવાથી કોર્ટમાં રજૂ કરી વધુ 7 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જોકે કોર્ટે નામંજૂર કરતાં બંનેને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે એમ જાણવા મળે છે.

સુમંતો સહિત 7ની તપાસ કરવા માગ
દિશાંત કહારના એડવોકેટે આજે કોર્ટમાં અરજી આપી તેને આ કેસમાં ખોટી રીતે ફસાવાયા હોવાનું અને આ કેસમાં સાત લોકોની વૈજ્ઞાનિક ઢબથી તપાસ કરાય તો સાચી વિગતો સપાટી પર આવશે તેવી રજૂઆત કરી હતી. એડવોકેટ સોહીલ ગોડીયા દ્વારા અપાયેલી અરજીમાં જણાવાયું છે કે,પીડિત તા.8 જુનથી સુમંતો સાથે હતા. મૃતકના સંપર્કમાં સુમંતો સહિત સાત લોકો હતા, આ તમામ લોકોની તટસ્થ તપાસ થવી જોઇએ.જેથી સાચા ગુનેગાર સામે આવે.

અન્ય સમાચારો પણ છે...