વડોદરા પેરેન્ટ એસોસીએશન દ્વારા ધોરણ 12ની પરીક્ષા લેવામાં આવે તો તે પહેલા વિદ્યાર્થીઓનું વેકસીનેશનની કરવાની અને 50 ટકા ટયુશન ફીમાં ઘટાડો કરવાની માંગણી કરાઈ છે. વડોદરા પેરેન્ટ્સ એસોસીએશનની ઓનલાઇન મીટીંગ તારીખ 31 મેના રોજ મળી હતી. વીપીએ દ્વારા તેમની મીટીંગમાં નક્કી કરેલા મુદા અંગે શિક્ષણ વિભાગ પાસે વિવિધ માંગણી કરી હતી. જેમાં વિદ્યાર્થીઓ માટે ધોરણ 12 માટે માસ પ્રમોશનની માગણી કરાઈ હતી. જો માસ પ્રમોશન ન આપી શકતા હોય અને ઓફલાઈન પરીક્ષાનું વિચારતા હો તો આ માટેની એક ગાઈડ લાઈન ઓછામાં ઓછી ૧૫ જૂન પહેલા બહાર પાડવાની માંગણી કરાઇ હતી.
ધોરણ 12ના તમામ વિદ્યાર્થીઓ નું વેક્સિનેશન પરીક્ષા પહેલા થઈ જવું જોઈએ. બાળકોને તેમની શાળામાં જ પરીક્ષા લેવાય તેવું વાતાવરણ સર્જી બાળકોને એક મુક્ત વાતાવરણ આપવાની માંગણી કરાઇ હતી. સાથે બાળક ગુજરાતની કોઈ પણ શાળાની અંદર પરીક્ષા આપવા ઈચ્છતો હોય તો પણ તેને પરીક્ષા આપવા દેવી અને દરેક પ્રશનપત્ર વચ્ચે એક દિવસની રજાની માંગણી કરાઇ હતી. પરીક્ષાનો સમય બપોરનો ન રાખતા સવારનો સમય રાખવો હિતાવહ છે જેથી કરીને માસ્ક અને ગરમીમાં બાળકને ગભરામણ ન અનુભવાય.
સી.બી.એસ.ઇની પરીક્ષા જે પ્રમાણે યોજાવાની હોય તે જ પ્રમાણે ગુજરાત બોર્ડ પણ પરીક્ષા લે તેવી માંગણી પણ કરાઇ હતી. એમસીકયુ ટાઈપ ના પ્રશ્નો પૂછી ને પરીક્ષાનો સમય ઘટાડી શકાય.શાળાઓની ફી હજુ સુધી એફઆરસી દ્વારા જાહેર કરાઈ નથી તે શાળાઓની ફી એફઆરસી ના નિયમ મુજબ જે વર્ષની છેલ્લી જાહેર થયેલી હોય તે જ ફી ને આ વર્ષે ગણીને તેમાં ૫૦ % સુધીનો ટ્યુશન ફીમાં ઘટાડો વડોદરા પેરેન્ટસ એસોસિએશન માગણી કરી રહ્યું છે.વડોદરાની કેટલીક શાળાઓ પોતાના પ્રમાણે ફી ની ઉઘરાણી કરી રહી હોવાની ફરિયાદ વડોદરા પેરેન્ટસ એસોસિએશન ને મળી રહી છે.
આ અનુસંધાનમાં વડોદરા પેરેન્ટસ એસોસિએશન આ શાળાઓ જલદ આંદોલન ચીમકી પણ ઉચ્ચારી હતી. ધોરણ 10 ની માર્કશીટ હજુ સુધી મળી નથી અને પ્રવેશ માટે સમસ્યા થઈ રહી છે તેના માટે તેમજ પ્રવેશ માટે પૂરી ફી વસૂલતી હોય તેવી શાળાઓ સામે પગલા ભરવાની માંગણી પણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.