પ્રબળ શક્યતા:વડોદરામાંથી પ્રથમ વખત કોઈ મહિલાનો મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવી ચર્ચા, મનિષા વકીલ દાવેદાર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મનિષા વકીલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
મનિષા વકીલ - ફાઇલ તસવીર
  • વિધાનસભાના અધ્યક્ષ અને વડોદરાના ધારાસભ્ય પણ મંત્રી બનવા રેસમાં
  • જ્ઞાતિના ચોકઠા પ્રમાણે કેતન ઇનામદાર મંત્રી બનવામાં ફાવી જાય તેવું ગણિત

રાજ્યોના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં નો રિપીટ થિયરી પર ભાર મૂકવામાં આવતાં સાત ટર્મના ધારાસભ્ય યોગેશ પટેલને અઢી વર્ષમાં જ મંત્રીપદ ગુમાવવું પડશે. વડોદરામાંથી પ્રથમ વખત મહિલા ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું ધરી દેતા રાજકીય મોરચે ભૂકંપ સર્જાયો હતો.આ સ્થિતિમાં નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની વરણી થઇ છે અને વિધાનસભાની ચૂંટણી પૂર્વેના મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી અંગેની ભાજપ મોવડી મંડળે રણનીતિ અમલમાં મૂકવાનો સ્પષ્ટ સંકેત આપી દેતાં ભાજપમાં છૂપો અસંતોષ ફાટી નીકળ્યો છે.

રૂપાણી સરકારમાં વડોદરાનું પ્રતિનિધિત્વ કરતાં તત્કાલિન રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલને પણ અન્ય મંત્રીઓની જેમ રિપીટ કરવાના નથી તેવી જાણ કરવામાં આવી હતી અને તેમની ઓફિસ પણ ખાલી કરવા માટે જાણ કરવામાં આવી હોવાનું સપાટી પર આવ્યું છે. ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળ ની શપથવિધિ બુધવારે કરવાનું નક્કી પણ થયું હતું પરંતુ નો રિપીટ થિયરીમાં પૂર્વ મંત્રીઓમાં વ્યાપેલી નારાજગીથી ભડકો થયો હતો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે નારાજ મંત્રીઓનો કાફલો પહોંચ્યો હતો અને તેમાં યોગેશ પટેલનો પણ સમાવેશ થતો હતો.

બીજી તરફ, વડોદરામાંથી પ્રથમ વખત મહિલા ધારાસભ્યનો સમાવેશ નવા મંત્રીમંડળમાં થાય તેવી શક્યતા છે અને શહેરના ધારાસભ્ય મનીષા વકીલનું નામ પ્રબળ દાવેદાર તરીકે ગણાય છે.આ સિવાય, વિધાનસભાના અધ્યક્ષ અને રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીના નામની પણ ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...