તપાસ:ડ્રગ્સ સપ્લાયર સામે 13 ગુના નોંધાયાનો ઘટસ્ફોટ

વડોદરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રગ્સના 2 આરોપીને મુંબઈ લઈ જવાયા
  • નિગ્રોએ ડ્રગ્સ આપ્યું તે જગ્યાની તપાસ

શહેરના નાગરવાડાના યુવાનને એમડી ડ્રગ્સ આપવા આવનાર મુંબઇના સપ્લાયર સામે 13 ગુના દાખલ થયા હોવાનું સપાટી પર આવ્યું છે. જ્યારે ડબલ મર્ડરના ગુનામાં તે નિર્દોષ છૂટ્યો હતો. મુંબઇના સપ્લાયર અને વડોદરાના યુવાનને રિમાન્ડ દરમિયાન એસઓજી મુંબઇ લઇ ગઇ હતી અને વિવિધ મુદ્દે તપાસ કરી હતી.

નવાબવાડાના મોઇન એપાર્ટમેન્ટમાં રહેતો 40 વર્ષિય ઇમરાનખાન ઉર્ફે ચિકનદાનો મહેમૂદખાન પઠાણ મચ્છીપીઠ વિસ્તારમાં ડ્રગ્સ વેચે છે, તેવી બાતમી મળી હતી. જેને પગલે છેલ્લા કેટલાક સમયથી એસઓજીએ તેના પર નજર રાખી હતી. દરમિયાન ટીમને ધુળેટીના દિવસે બાતમી મળી હતી કે, ઇમરાન ડ્રગ્સ લાવ્યો છે અને તે તાંદલજાના અસફા એપાર્ટમેન્ટ બી-ટાવરના મકાનમાં છે. જેના પગલે ટીમે રાતના 1 વાગે દરોડો પાડતાં ઇમરાન અને તેની સાથે મુંબઇનો સલીમ ઇમ્તિયાઝ શેખ (ઠાકુરપાડા, થાણા, મુંબ્રા, મહારાષ્ટ્ર) પણ ઝડપાઇ ગયો હતો.

એસઓજી પીઆઈ ચિરાગ ટંડેલે પૂછપરછ કરતાં સલીમ શેખે વટાણા વેરી નાખ્યા હતા. સલીમ શેખે વડોદરાના ઇમરાન ચિકનદાનાવાલાને ડ્રગ્સ વેચ્યું હતું. બંનેના રિમાન્ડ મેળવી પોલીસ બંનેને મુંબઇ લઇ ગઇ હતી, જ્યાં નિગ્રોએ ડ્રગ્સ આપ્યું હતું તે જગ્યાએ પણ બંનેને લઇ જવાયા હતા. સલીમ શેખ સામે મુંબઈ ડબર મર્ડર સહિત 12 ગુના દાખલ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત 13 પૈકી 7 ગુના તો ડ્રગ્સના હોવાનું પણ જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...