તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના થાક્યો:નવા 47 કેસ સામે 44 દર્દીઓને ડિસ્ચાર્જ

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગોત્રીમાં 40 અને સયાજી હોિસ્પટલમાં 35 દર્દી સારવાર હેઠળ
 • હાલમાં એક્ટિવ 610 દર્દી પૈકી 66ને જ ઓક્સિજનની જરૂર

વડોદરા શહેર-જિલ્લામાં શનિવારે કોરોનાના 47 નવા કેસો આવ્યા હતા. જેમાં વડોદરા શહેરમાં 37 અને ગ્રામ્યમાં 10 કેસો નોંધાયા હતા. હાલમાં શહેરના સરેરાશ 10 વિસ્તારોમાં જ કોરોનાના રોજેરોજ કેસો નોંધાઇ રહ્યા છે. જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન 24થી 28 વિસ્તારોમાં કોરોનાના કેસો આવતા હતા. સરેરાશ માંડ 4થી 5 ગામડાઓમાં જ કોરોનાના રોજેરોજ કેસો નોંધાઇ રહ્યાં છે.

ગોત્રી હોસ્પિટલમાં જ્યાં એક સમયે 500 જેટલા દર્દીઓ સારવાર લેતા હતા, આજે આ હોસ્પિટલમાં માંડ 40 દર્દીઓ અને એસએસજીમાં 35ની આસપાસ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં પણ 250 દર્દીઓ જ સારવાર હેઠળ છે. જો કોરોનાનો નવો જુવાળ ન આવે તો 15 દિવસમાં આ દર્દીઓની સંખ્યા પણ 200થી નીચે જવાની શક્યતા છે. કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 23,757 થઇ ગઇ છે. જ્યારે 44 દર્દીઓને ડિસ્ચાર્જ અપાતાં 22,906 લોકો કોરોનામુક્ત થઇ ચૂક્યા છે. હાલમાં 610 લોકો કોરોનાની સક્રિય સારવાર લઇ રહ્યા છે, જેમાં 66ને જ ઓક્સિજનની જરૂર પડી રહી છે. વેન્ટિલેટર પર માત્ર 27 દર્દીઓ જ બાકી રહ્યા છે. કોરોનાની સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો