તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાંબા સમયે રાહત:નવા 942 કેસ કરતાં વધુ 988ને ડિસ્ચાર્જ, કોવિડ પ્રોટોકોલ મુજબ 109 દર્દીઓની અંતિમ વિધિ, સત્તાવાર મોત માત્ર 8

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હોસ્પિટલોમાં કોરોનાના કુલ 14177 બેડ પૈકી ઓક્સિજનના 1729 બેડ ખાલી

વિતેલા 24 કલાક દરમિયાન શહેર-જિલ્લામાં કોરોનાના નવા 942 કેસો આવ્યા હતા. જ્યારે બીજી તરફ 988ને ડિસ્ચાર્જ અપાયો હતો. વડોદરામાં કોરોનાના કુલ કેસોનો આંક 56,262 પર પહોંચી ગયો હતો. જ્યારે સારવાર દરમિયાન 109 દર્દીઓનાં મોત થયાં હતાં, જેમની કોવિડ પ્રોટોકોલ સાથે અંતિમવિધિ કરવી પડી હતી. જ્યારે કોરોનાને લીધે સત્તાવાર મોત 8 થતાં કુલ આંક 509 પર પહોંચી ગયો હતો. વડોદરા શહેરમાં 478 શહેરી અને 464 ગ્રામ્ય વિસ્તારમાં કેસો નવા નોંધાયા હતા.

વડોદરામાં હાલમાં કુલ 14,177 બેડ ઉપલબ્ધ છે જેમાંથી ભરાયેલા 9689 છે, જ્યારે 4458 ખાલી છે. છેલ્લા 24 કલાકમાં વેન્ટિલેટરવાળા ખાલી આઇસીયુ બેડની સંખ્યા વધીને 15થી 20 પર પહોંચી છે. જ્યારે આઇસીયુ બેડ 5 વધુ ખાલી થયા હતા. ઓક્સિજનના ખાલી બેડમાં 84નો વધારો થયો હતો. હાલમાં શહેરમાં ઓક્સિજનના 1729 બેડ ખાલી છે. ગુરુવારે 988ને ડિસ્ચાર્જ અપાતાં કુલ સાજા થયેલા દર્દીઓ 45,644 થયા હતા. ઉલ્લેખનીય છે કે, શહેરમાં હાલમાં વેન્ટિલેટરવાળા આઇસીયુ સહિતના વિવિધ આઇસીયુમાં જ 2586 દર્દીઓ કોરોનાની સારવાર વિવિધ હોસ્પિટલોમાં લઇ રહ્યાં છે.

SSGના સુપરિન્ડેન્ટન્ટ અને કોર્પોરેટર સંક્રમિત
કોરોનાના વધતા સંક્રમણમાં છેલ્લા કેટલાક સમયથી એસએસજીના તબીબો આવી રહ્યાં છે. સંખ્યાબંધ તબીબોને ગળામાં તકલીફો છેલ્લા કેટલાક દિવસથી થઇ રહી છે. એસએસજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. રંજન ઐયર કોરોના સંક્રમિત થયા છે. હાલમાં તેઓ હોમ ક્વોરન્ટાઇન છે. જ્યારે વોર્ડ નં. 18ના કોર્પોરેટર ડો. કેતન પટેલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, યજ્ઞપુરુષ હોસ્પિટલમાં અત્યાર સુધી 1202 દર્દીએ સારવાર લીધી છે.જે પૈકી 745એ ડિસ્ચાર્જ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...