તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:જુલાઈ -2017 નું GST રિટર્ન ફોર્મ ડાઉનલોડ ન થતાં કરદાતાને આપદા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં એક રાષ્ટ્ર એક કરના ઉદ્દેશ્ય સાથે ગુડ્સ એન્સ સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. જીએસટી લાગુ થયા બાદથી અત્યાર સુધી અનેક વખત કરદાતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જુલાઈ - 2017નું રિટર્ન ફાઈલ કરવા માટે ઓનલાઇન સિસ્ટમ ખોરવાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જીએસટીનું જુલાઈ - 17નું રિટર્ન ફાઈલ કરવા માટે વેપારીઓ અથવાતો ટેક્સ પ્રોફેશનલ પોર્ટલ પર ગયા ત્યારે સિસ્ટમ ઠપ થઇ જણાતી હતી. જેને કારણે કરદાતા અને ટેક્સપ્રોફેશન ચિંતાતુર બન્યા હતા. અગાઉ પણ અનેક વખત પોર્ટલ ખોટકાઈ જવાને કારણે કરદાતાઓ અને ટેક્સ પ્રોફેશનલને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અને સમય અને શક્તિનો વેડફાટ થયો હતો. જુલાઈ 2017નું રિટર્ન ફાઇલ કરવા માટેનો વિકલ્પ છેલ્લા 4 દિવસથી ખોટકાતા ભારે મુશ્કેલી પડી રહી હતી. જો કે, ગુરુવારે સર્વર પુનઃ કાર્યરત થયું હતું. પરંતુ પુનઃ ખોટકાવવાની શક્યતાને લઈને મુશ્કેલી વધી છે.

અન્ય સમાચારો પણ છે...