તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ટ્રેનના મુસાફરોના લોકલ ટ્રાન્સપોર્ટેશન માટે આપદા, RTO અને પાલિકા અધિકારીઓને કડવો અનુભવ

વડોદરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રેલવે અધિકારીઓ માહિતી આપતા નથી

લોકડાઉન વચ્ચે વડોદરા આવી રહેલા રેલવેના મુસાફરોને તેમના ઘર સુધી જવા માટે લોકલ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવાની જવાબદારી કોર્પોરેશન અને આરટીઓના માથે આવી હતી. જો કે રેલવેની આડોડાઇથી તેમાં આપદા સર્જાઇ રહી છે. મંગળવારે રાત્રે 9:45 વાગે આવનાર મુંબઈ -દિલ્હી ટ્રેનમાં કેટલા મુસાફરો આવી રહ્યા છે. તેમજ આ ટ્રેન કેટલા વાગે આવવાની છે. તે અંગે રેલવે દ્વારા કોર્પોરેશનના અધિકારીઓ અને આરટીઓના અધિકારીઓને કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો.

કોર્પોરેશનના એન્જિનીયરો દ્વારા વડોદરા ડી.આર.એમ ને વારંવાર મેસેજ અને ફોન કરવા છતાં પ્રત્યુતર મળ્યો ન હતો આખરે એન્જિનિયર ધર્મેશ રાણા દ્વારા પોલીસનો સંપર્ક સાધી મુસાફરો આ અંગે સંખ્યા જાણી હતી ત્યારબાદ પાંચ સિટી બસોને સ્ટેશન ખાતે મૂકાઇ હતી. 22 લોકો સિટી બસ દ્વારા ઘરે ગયા હતા આવી સ્થિતિ આરટીઓની થઈ હતી આરટીઓ અધિકારી એ.એમ.પટેલ દ્વારા ડીસીએમ ને ફોન કરી ટ્રેન આવવાનો સમય અને મુસાફરોની સંખ્યા પૂછતા આઇઆરસીટીસી ની વેબસાઈટ પરથી જાણી લેવા જણાવાયું હતું  ત્યારબાદ  આરટીઓ ઇન્સપેકટર તપાસ કરવા જતા યોગ્ય પ્રત્યુત્તર અપાયો ન હતો.
બુધવારે મુંબઈથી વધુ 53 મુસાફરો આવ્યા 
મુંબઈ દિલ્હી વચ્ચેની ડેલી ટ્રેન સર્વિસ પૈકી બુધવારે રાત્રે વધુ 53 મુસાફરો વડોદરા આવી પહોંચ્યા હતા જ્યારે વડોદરાથી 42 મુસાફરો દિલ્હી જવા રવાના થયા હતા ઉલ્લેખનીય છે કે ૧૨મી તારીખે મુંબઈ થી નીકળેલી ટ્રેન નો રેક દિલ્હી પહોંચ્યા બાદ દિલ્હીથી બુધવારે સાંજે મુંબઈ માટે ટ્રેન રવાના થઈ હતી જે ટ્રેન ગુરુવારે મળસ્કે 3 54 વાગે વડોદરા આવનાર હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો