આક્રોશ:વડોદરામાં ગ્રામ વિકાસ એજન્સીની કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય, મહિલાઓએ રજૂઆત કરતા અધિકારીએ ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યું હોવાનો આક્ષેપ

વડોદરા13 દિવસ પહેલા
રજૂઆત કરવા માટે ગયેલી મહિલાઓએ અધિકારીએ ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યું હોવાનો આક્ષેપ કરી રોષ વ્યક્ત કર્યો
  • કચેરીના જવાબદાર અધિકારીઓએ ગંદકી દૂર કરતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં શ્રીપાદ સોસાયટીમાં આવેલી ગ્રામ વિકાસ એજન્સીની કચેરીમાં અને કચેરી બહાર ફેલાયેલી ગંદકી દૂર કરવા માટે સોસાયટીની મહિલાઓએ અધિકારીને રજૂઆત કરી હતી. રજૂઆત કરવા માટે ગયેલી મહિલાઓએ અધિકારીએ ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યું હોવાનો આક્ષેપ કરી રોષ વ્યક્ત કર્યો હતો.

કચેરી બહાર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું
કારેલીબાગ વિસ્તારમાં શ્રીપાદ સોસાયટીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરી આવેલી છે. આ કચેરીના સત્તાવાળાઓના અંધેર વહીવટના કારણે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરી અને કચેરી બહાર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. આ કચેરીની આસપાસમાં રહેતા સોસાયટીના રહીશો દ્વારા ગંદકી દૂર કરવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, કચેરીના જવાબદાર અધિકારીઓ દ્વારા ગંદકી દૂર કરવામાં ન આવતા સોસાયટીના રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

કચેરીના જવાબદાર અધિકારીઓએ ગંદકી દૂર કરતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો
કચેરીના જવાબદાર અધિકારીઓએ ગંદકી દૂર કરતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો

કચેરીની બહાર ગટર ઉભરાઇ છે
શ્રીપાદ સોસાયટીમાં રહેતા લિનાબહેન પટેલ સહિત સોસાયટીની મહિલાઓએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, જિલ્લા ગ્રામ વિકાસની કચેરીની અંદર તેમજ કચેરીની બહાર ગંદકીના ઢગલા પડ્યા છે. હાલમાં સમગ્ર શહેરમાં ડેંગ્યુ તાવ, મેલેરીયા તાવ, ચિકનગુનિયા જેવા રોગચાળાએ માથું ઉંચક્યું છે. પાણીજન્ય અને ઋતુ જન્ય રોગચાળામાં અનેક લોકો લપેટમાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રોગચાળાને આપતી ગંદકી દૂર કરવામાં આવતી નથી. કચેરીની બહાર ગટર ઉભરાઇ છે. ગટરનું પાણી સોસાયટીના રોડ ઉપર ફરી રહ્યું છે. દુર્ગંધ ફેલાતી હોવાથી લોકોને રહેવું મુશ્કેલ થઇ ગયું છે.

વડોદરામાં ગ્રામ વિકાસ એજન્સીની કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય થઇ ગયું હતું
વડોદરામાં ગ્રામ વિકાસ એજન્સીની કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય થઇ ગયું હતું

અધિકારીએ સોસાયટીની મહિલાઓ સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યું
આજે સોસાયટીની મહિલાઓ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના જવાબદાર અધિકારીને રજૂઆત કરવા માટે ગયા હતા. ત્યારે અધિકારી દ્વારા સોસાયટીની મહિલાઓ સાથે ઉધ્ધતાઇભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. તે સાથે આ ઘટના અંગેનું કવરેજ કરવા માટે ગયેલ મીડિયાકર્મચીઓ સાથે પણ ઉદ્ધતાઇભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, અધિકારી દ્વારા વહેલી તકે ગંદકી દૂર કરવાની ખાતરી આપવામાં આવી છે. પરંતુ, જો આજે ખાતરી આપ્યા પછી પણ ગંદકી દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી સ્થાનિક મહિલાઓએ આપી હતી.

દુર્ગંધ ફેલાતી હોવાથી લોકોને રહેવું મુશ્કેલ થઇ ગયું છે
દુર્ગંધ ફેલાતી હોવાથી લોકોને રહેવું મુશ્કેલ થઇ ગયું છે
અન્ય સમાચારો પણ છે...