તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરોડા ડેરીની નિયામક મંડળની ચૂંટણી:દિનુમામાએ 50 મંડળીના પ્રમુખોને પ્રવાસે મોકલ્યા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આવતી કાલે બરોડા ડેરી ડીરેકટરોની ચૂંટણી મુખીએ પણ મતદારોને પણ કોર્ડન કર્યાની ચર્ચા

બરોડા ડેરીની નિયામક મંડળની ચૂંટણી 28 ડિસેમ્બર ને સોમવારના રોજ 13માંથી 7 ઝોનમાં યોજાશે. ચૂંટણી પહેલાં જ પાદરા ઝોનના ઉમેદવાર દિનુમામાએ 50 જેટલી મંડળીઓના પ્રમુખોને પ્રવાસે મોકલ્યા હોવાનું, જ્યારે પૂર્વ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ નરેન્દ્ર મુખીએ પણ પોતાના મતદારોને પણ કોર્ડન કરી રાખ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પાદરા ઝોનમાં કુલ 87 મંડળીઓ છે. જેમાં ચૂંટણીના દિવસે નરેન્દ્ર મુખી અને દિનુમામા વચ્ચે રસાકસી જામશે.

28 ડિસેમ્બરે સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી બરોડા ડેરીમાં જ મતદાન યોજાશે. જ્યારે 29 ડિસેમ્બરના રોજ મત ગણતરી થશે. બીજી તરફ શિનોરમાં ભાજપ પ્રેરીત પેનલનાં ઉમેદવાર વિરૂધ્ધ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પ્રચાર કરી રહ્યાં હોવાની પણ વાત ફેલાઈ છે.જેને કોઈ સમર્થન મળ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો