રાજીનામું:ડેરીના પ્રમુખ પદેથી દિનુ મામાએ રાજીનામું આપ્યું

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાદરામાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે
  • ટિકિટ ન મળતાં ભાજપ સાથે છેડો ફાડ્યો હતો

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મોવડી મંડળ દ્વારા વડોદરા જિલ્લામાં અપક્ષ ઉમેદવાની નોંધાવીને બળવો કરનારા પાદરા બેઠકના પૂર્વ ધારાસભ્ય દિનુમામા, વાઘોડિયાના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા અને સાવલી બેઠક પરથી કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવનારા કુલદિપસિંહ રાઉલને 22 નવેમ્બર 2022ની તારીખથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

બીજી તરફ પાદરા વિધાનસભા બેઠક પરથી ભાજપમાં રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા દિનુ મામાએ ચૂંટણીના પ્રચાર માટે પ્રમુખ પદે રાજીનામું મૂક્યું છે. જોકે બોર્ડ બેઠકમાં દિનુ મામાના રાજીનામા અંગે નિર્ણય લેવાશે. અપક્ષ ઉમેદવાર દિનુ મામાએ જણાવ્યું હતું કે, મેં વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરી છે. જેના કારણે પ્રચાર માટે સમય જોઈએ છીએ.

આ કારણસર મેં ડેરીમાં મહિનાની રજા માટે અરજી કરી છે. પરંતુ જો રજા મંજૂર ન થાય તો માત્ર પ્રમુખ પદે રાજીનામું મૂક્યું છે. જેને હજી સુધી માન્ય ગણવામાં આવ્યું નથી. ત્યારે હવે બરોડા ડેરી દ્વારા તેમની રજા મંજુર કરવામાં આવે છે કે પછી રાજીનામુ સ્વીકારમાં આવે છે તે જોવું રહ્યું.ઉલ્લેખનીય છે કે, દિનુ મામા અપક્ષ ફોર્મ ન ભરે તે માટે પક્ષ દ્વારા તેમને સમજાવવાના ઘણા પ્રયત્નો થયા હતા પરંતુ તેમાં સફળતા મળી ન હતી અને તેમણે પાદરાથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

અગાઉ પ્રમુખ દિનુ મામા અને ધારાસભ્ય કેતન ઇનામદાર વચ્ચે વિવાદ થયો હતો
ડિસેમ્બર 2020માં બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર મુદ્દે સહકાર મંત્રીને પત્ર લખ્યા બાદ ધારાસભ્ય કેતન ઈનામદાર અને ડેરીના ચેરમેન દિનું મામા વચ્ચે આક્ષેપો-પ્રતિઆક્ષેપો થતા વિવાદ થયો હતો. ત્યારે બરોડા ડેરીની ચૂંટણીમાં કરજણની સીટ પરથી ધારાસભ્ય અક્ષય પટેલના ટેકેદારે ફોર્મ ભર્યા બાદ ડેરીના ચેરમેન દિનુમામાએ અક્ષય પટેલને પાર્ટીની શીસ્તમાં રહેવાની શિખામણ આપીને ‘ આજે તમારો વારો તો કાલે અમારો વારો આવશે’તેવી ચેતવણી આપ્યા ફરીથી વિવાદ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...