કામગીરી:ચકલાસીનો દિલીપ રાજસ્થાનના રમેશ પાસેથી ચરસ-ગાંજો લેતો હતો

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ચરસ-ગાંજાનું વેચાણ કરતાં ભાઇ-બહેન સહિત 4 પકડાયા હતા
  • દિલીપ કાકાને​​​​​​​ 2 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ આદરી

શહેરમાં ઓપી રોડ પર આવિષ્કાર કોમ્પલેક્ષ પાસેથી શહેર પીસીબી પોલીસે તાજેતરમાં ચરસ અને ગાંજાનું વેચાણ કરી રહેલા બે સગા ભાઇ બહેન સહિત 2 યુવક અને 2 યુવતીને ઝડપી પાડયા હતા અને 562 ગ્રામ ગાંજો અને 10.25 ગ્રામ ચરસનો જથ્થો કબજે કર્યો હતો. આ કેસમાં ફરાર રહેલા ચરસ ગાંજાના મુખ્ય સપ્લાયર ચકલાસીના દિલીપ કાકા ઉર્ફે દિલીપ ભાથીભાઇ જાદવને ફાજલપુર પાસેથી ઝડપી લીધો હતો ક્રાઇમ બ્રાન્ચે દિલીપ કાકાની પુછપરછ કરતાં તે રાજસ્થાનના રમેશ નામના વ્યકતી પાસેથી ચરસ ગાંજો લેતો હોવાનું જણાવતાં રમેશની શોધખોળ શરુકરાઇ છે.

બીજી તરફ પોલીસે દિલીપ કાકાને અદાલતમાં રજુ કરી બુધવારે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ગત 15 તારીખે શહેર પીસીબી પીઆઇ જે.જે.પટેલ અને તેમની ટીમે બાતમીના આધારે ઓપી રોડ પર આવેલા આવિષ્કાર કોમ્પલેક્ષના સેમી બેઝમેન્ટ પાર્કીંગમાં દરોડો પાડી સગા ભાઇ બહેન મુહસીના સઇદ મુનશી, શાકીબ સઇદ મુનશી અને મીત ઠક્કર અને નુપુર સહગલને પણ ઝડપી કુલ 562.18 ગ્રામ ગાંજો (કિંમત 5621 રુપીયા) 10.25 ગ્રામ (કિંમત 1025) ચરસ, 3 વાહનો, 4 મોબાઇલ ફોન, રોકડા 3600 મળીને 1,05,046 રુપીયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

તપાસમાં બહાર આવ્યું હતું કે ભાઇ બહેન ચરસ ગાંજાનો જથ્થો તે અને તેના સાવકા પિતા અબ્દુલ્લા પટેલની સાથે જઇને ચકલાસીના દિલીપ કાકા નામના શખ્સ પાસેથી ખરીદી લાવે છે. પોલીસે મુહસીનાના તાંદલજાના શકીલા પાર્ક સોસાયટીના મકાનમાં રેડ કરતાં તેના માતા પિતા ફરાર થયેલા જણાયા હતા. પોલીસને મુહસીનાએ જણાવ્યું હતું કે તે વિદ્યાનગરમાં બીબીએનો અભ્યાસ કરતી હતી ત્યારે ચકલાસીના દિલીપ કાકાના સંપર્કમાં આવી હતી. દિલીપ કાકા મધ્યપ્રદેશથી મોટા પ્રમાણમાં ગાંજાઅને ચરસનો જથ્થો મંગાવે છે જેથી તેણે તેની માતાને આ બાબતે કહેતા માતાએ મિત્ર સર્કલમોટું હોવાથી વધુ પૈસા મળશે તેમ કહીને છેલ્લા 1 વર્ષથી ચરસ ગાંજો વેચવાનું શરુ કર્યું હતું.

દરમિયાન, પીસીબીની ટીમે ગુનામાં ફરાર રહેલા દિલીપ કાકા ઉૅ્ફે દિલીપ ભાથીભાઇ જાદવ (રહે, ચકલાસી જાદવપુરા)ને ફાજલપુર બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો હતો અને તેને વધુ તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો હતો.પોલીસે દિલીપ કાકાને અદાલતમાં રજુ કરી બુધવારે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...