તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:14 ગંભીર ગુનાઓનો આરોપી દિલીપ કેરી પોલીસને જોઇ મિંદડી બની ગયો

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
દિલીપ કેરી - Divya Bhaskar
દિલીપ કેરી
  • મહિલાને મારઝૂડ કરવાનો ગુનો નોંધાતાં ભાગી જવાની ફિરાકમાં હતો
  • પંડ્યા બ્રિજ પાસેથી પકડી પીસીબી પોલીસે ફતેગંજ પોલીસને સોંપ્યો

શહેરના છાણી રોડ વિસ્તારમાં રહેતી મહિલા સાથે પ્રેમ સબંધ રાખવા અવાર નવાર પીછો કરી માર મારનારા નામચીન દિલીપ કેરીને શહેર પીસીબી પોલીસે પંડયા બ્રિજ પાસેથી ઝડપી લીધો હતો. દિલીપ કેરી સામે ગુનો નોંધાતા જ પોલીસની ટીમોએ તેના આશ્રય સ્થાનો પર દરોડા પાડયા હતા. ગુરુવારે સવારે પીસીબીએ દિલીપ કેરીને પંડયા બ્રિજ પાસેથી ઝડપી લીધો હતો. 14 ગંભીર ગુનાનો અારોપી દિલીપ કેરી પોલીસને જોઇ મિંદળી બની ગયો હતો.

શહેરના છાણી વિસ્તારની મહિલાએ આ મામલે દિલીપ કેરી અને તેના પુત્ર પ્રતિક સામે ફરિયાદ નોંધાવી હતી કે નામચીન દિલીપ કેરી તેને પ્રેમ સબંધ રાખવા માટે જણાવી અવાર નવાર પીછો કરી ઝઘડા કરીને માર મારતો હતો. દિલીપ કેરીએ મહિલાના બનેવીને ફોન કરી અપશબ્દો બોલતાં તે દિલીપ કેરીને સમજાવવા ગઇ હતી. તે સમયે દિલીપ કેરી ઠાકુર ઉશ્કેરાયો હતો. તેને મહિલા સાથે ઝપાઝપી કરી હાથ અને લાત તથા મુક્કા મારી માર માર્યો હતો જેમાં મહિલાને નખોરીયા પણ માર્યા હતા.

દિલીપ કેરીએ મહિલાના ભાઇને પણ માર માર્યો હતો. તે સમયે દિલીપ કેરીનો પુત્ર પ્રતિક પણ પિતાનું ઉપરાણું લઇ મહિલાના ભાઇને માર માર્યો હતો અને મહિલાની પુત્રીઓને ઉઠાવી જવાની ધમકી આપી હતી. મહિલાની ફરિયાદના આધારે ફતેગંજ પોલીસે દિલીપ કેરી ઠાકુર અને પ્રતિક દિલીપકેરી ઠાકુર (બંને રહે એમબીબસી દાસ રેસીડેંસી, છાણી) સામે ગુનો નોંધી પ્રતિક દિલીપ કેરીને ઝડપી પાડયો હતો. બીજી તરફ બનાવ બાદ દિલીપ કેરી ફરાર થઇ ગયો હતો જેથી તેને પકડવા ફતેગંજ પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીની ટીમો કામે લાગી હતી અને તેના આશ્રયસ્થાનો પર દરોડા પાડયા હતા. દ

રમિયાન પીસીબી પીઆઇ જે.જે.પટેલની ટીમને બાતમી મળી હતી દિલીપ કેરી પંડયા બ્રિજ પાસે આવવાનો છે જેથી પોલીસે વોચ ગોઠવી દિલીપ કેરીને ઝડપી લીધો હતો. તેને વધુ તપાસ માટે ફતેગંજ પોલીસને સોંપવામાં આવ્યો હતો.

કેરી સામે હત્યા, બોગસ દસ્તાવેજ અપહરણ સહિતના અનેક ગુના
પોલીસે જણાવ્યું હતું કે નામચીન દિલીપ કેરી ભુતકાળમા હત્યા, ખંડણી, બોગસ દસ્તાવેજો, આમ્ર્સ એક્ટ, અપહરણ તથા ચિટીંગ સહિતના 14 જેટલા ગંભીર ગુના નોંધાયા છે. તેની સામે ક્રાઇમ બ્રાન્ચમાં 1, ફતેગંજમાં 11 ગુના તથા ગોત્રીમાં 2 ગુના નોંધાયા છે. દિલીપ કેરીને 2002 તથા 2014માં પાસા હેઠળ અટકાયત કરાઇ હતી તથા 2016 થી 2018માં 2 વર્ષ માટે તડીપાર પણ કરાયેલો હતો.

અન્ય સમાચારો પણ છે...