કાર્યવાહી:મહિલાને માર મારનાર દિલીપ કેરી પાસા હેઠળ ભૂજ જેલમાં ધકેલાયો

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
દિલીપ કેરી - Divya Bhaskar
દિલીપ કેરી
  • છાણીની મહિલાને પ્રેમસંબંધ રાખવા દબાણ કરી માર માર્યો હતો
  • દિલીપ કેરીના પુત્રે પણ મહિલાના ભાઈને માર માર્યો હતો

છાણીની મહિલાને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી માર મારનાર નામચીન દિલીપ કેરીને ફતેગંજ પોલીસે ઝડપી પાસા હેઠળ ભૂજ જેલમાં ધકેલ્યો છે. દિલીપ ઠાકુર (એમબીસી દાસ પટેલ રેસિડન્સી, નવાયાર્ડ) અને તેના પુત્ર પ્રતીક વિરુદ્ધ છાણીની મહિલાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં દિલીપ તેની સાથે પ્રેમસંબંધ રાખવા દબાણ કરી માર મારતો હતો.

દિલીપના પુત્ર પ્રતીકે પણ મહિલાના ભાઇને માર માર્યો હતો અને મહિલાની પુત્રીઓને ઉઠાવી જવાની ધમકી આપી હતી. ફતેગંજ પોલીસે દિલીપ કેરી અને પ્રતીક સામે ગુનો નોંધી બંનેને ઝડપી પાડ્યા હતા. દિલીપ વિરુદ્ધ 9 જૂને છેડતીનો ગુનો દાખલ થયો હતો. તેની સામે 2015 થી 2021 સુધી મારામારી, મર્ડર, ખંડણી, રાયોટિંગના 14 ગુના દાખલ થયેલા છે. દિલીપની 2002 તથા 2014માં પાસા હેઠળ અટક કરાઇ હતી તથા 2016થી 2018માં 2 વર્ષ માટે તડીપાર કરાયો હતો.

પોલીસ સાથે ઘર્ષણ કરનારની પાસામાં અટક
વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસને રોકી ઝપાઝપી કરવાના બનાવમાં નાગરવાડાના મોઇન તૌસિફખાન પઠાણની કારેલીબાગ પોલીસે અટકાયત કરી પાસા હેઠળ રાજકોટ જેલમાં મોકલ્યો હતો. જ્યારે રાવપુરા રોડ પર સ્કૂટરની ડિકીમાંથી સામાન ચોરનાર કારેલીબાગ મન્સૂરી કબ્રસ્તાન પાસે રહેતા શાહનવાઝ ઉમરમીયા સુન્નીને પાસામાં રાજકોટ જેલમાં મોકલ્યો છે.

અન્ય સમાચારો પણ છે...