તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી ન થઇ:આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં અરજી સબમિટ ન થતાં દ્વિધા

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફેકલ્ટી ઓફ એન્વાયરમેન્ટ સાયન્સમાં આસી. પ્રોફેસરની ભરતી માટે ઓન લાઇન એપ્લિકેશન કરનાર યુવકની એપ્લિકેશન સબમીટ થતી ન હોવાના કારણે આ યુવકે રજીસ્ટ્રારને અરજી કરીને તેની અરજી તેમજ ફી સ્વિકારવામાં આવે તે માટે રજૂઆત કરી છે.

અવનેશ શર્માએ રજીસ્ટ્રાર સમક્ષ કરેલી અરજીમાં જણાવ્યું છે કે, આસી. પ્રોફેસર માટે તેણે ઓન લાઇન એપ્લિકેશન કરી હતી પરંતુ કોઇ ક્ષતીના કારણે તેની એપ્લિકેશન સબમીટ થઇ શકી ન હતી. એપ્લિકશન સબમીટ થતી ન હોય તેણે રજૂસ્ટ્રાર કચેરી તેમજ યુનિ.ના કમ્પ્યુટર શાખાનો સંપર્ક કર્યો હતો પરંતુ તેની રજૂઆત કોઇએ સાંભળી ન હતી.

આસી. પ્રોફેસર માટેની ભરતીમાં તે ઉમેદવાર હોય અને તેની અરજીનો સ્વાકર થતો ન હોય ઉમેદવારે આ અંગે રજીસ્ટ્રારને રજૂઆત કરી છે કે, તેની અરજી ઓન લાઇન સબમીટ થતી ન હોય તેની અરજી સ્વિકારવમાં આવે અને નિયમ પ્રમાણે જે ફી ભરવાની છે તે પણ સ્વિકારવામાં આવે. જો કે, હજી સુધી તેની આ રજૂઆત બાબતે કોઇ યોગ્ય પ્રત્યુત્તર મળી શક્યો નથી.આમ, ઓન લાઇન એપ્લિકેશન કરવામાં ટેકનિકલ ક્ષતી સર્જાતા ઉમેદવાર ઇન્ટરવ્યુમાંથી બાકાત રહે તેવી સંભાવના ઉભી થઇ છે.

અધ્યાપકોના એન્ટરન્સમાં સ્ક્રૂટિની ચાલુ : રજિસ્ટ્રાર
એમ.એસ. યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીમાં એન્ટરન્સ ટેસ્ટમાં મેરિટ જાહેર ન થવા મુદે રજિસ્ટ્રાર કે.એમ.ચુડાસમાએ જણાવ્યું હતું કે, તમામ પ્રક્રિયા નિયમ મુજબ થશે. હાલ સ્ક્રીનિંગ ટેસ્ટનું પરિણામ જ જાહેર કરવામાં આવ્યું છે અને ઉમેદવારોને સૂચિત કરવામાં આવ્યા છે. હવે પછીની તમામ પ્રક્રિયા નિયમ મુજબ થવા જઇ રહી છે. ઉમેદવારોના એકેડેમિક રેકોર્ડની યુજીસી રેગ્યુલેશન 2018 પ્રમાણેની સ્ક્રૂટિની પ્રક્રિયા હજી ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...