તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાઉન્સેલરનો મત:ધોરણ 12માં 15-16 જુલાઇએ ત્રણ વિષયોની પરીક્ષાથી દ્વિધા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ માનસિક ત્રાસ અનુભવી રહ્યાં છે
  • 24 કલાકમાં કમ્પ્યૂટર, નામાનાં મૂળતત્ત્વો અને આંકડાશાસ્ત્રની પરીક્ષા લેવાશે : પરીક્ષા વચ્ચે ગેપ ન હોવાથી વિકટ સ્થિતિ સર્જાશે

ધોરણ 12 સામાન્ય પ્રવાહના 15 જુલાઇના રોજ 2 પેપરો અને 16 જુલાઇએ 1 પેપરના કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાઇ ગયા છે. 24 કલાકમાં જ વિદ્યાર્થીઓને 3 પેપર આપવાનો વારો આવશે. જેને પગલે ખાનગી અને રિપીટર વિદ્યાર્થીઓ માટે વિકટ પરિસ્થિતિ ઊભી થઇ છે.

બોર્ડના કાઉન્સેલર પરેશ શાહે જણાવ્યું હતું કે, ધો.12 સામાન્ય પ્રવાહની રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓની 15 જુલાઇથી શરૂ થતી પરીક્ષાનું સમય પત્રકમાં જાહેર કરાયું હતું, જેમાં 24 કલાકમાં 3 વિષયના પેપર આપવાના થાય છે. જેને પગલે વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે. 15 જુલાઇના રોજ 2 પેપર અને 16 જુલાઇએ આંકડાશાસ્ત્રનું પેપર રાખવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓ માનસિક ત્રાસ અનુભવી રહ્યા છે. વિદ્યાર્થીઓ આ બાબતે કાઉન્સેલિંગ માટે ફોન કરી યોગ્ય કરવા વિનંતી કરી રહ્યા છે. ધો.12 સામાન્ય પ્રવાહના રિપીટર અને ખાનગી પરીક્ષાર્થીઓને 3 પ્રશ્નપત્રમાંથી કમ્પ્યૂટર અને નામાનાં મૂળતત્ત્વો બંને 100-100 ગુણના પેપર એક જ દિવસે તેમજ બીજા દિવસે આંકડાશાસ્ત્રનું પેપર છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આ પ્રકારે પરીક્ષાની તારીખોના પગલે વિકટ સ્થિતિ પેદા થઇ છે. ખાસ કરીને ખાનગી વિદ્યાર્થીઓ કે જેમણે એકાઉટન્સીના પેપરના બીજા જ દિવસે સ્ટેટસ્ટિક્સનું પેપર આપવું પડશે. મોટાભાગે બોર્ડ દ્વારા પરીક્ષાઓ વચ્ચે ગેપ આપવામાં આવતો હોય છે. જોકે રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓની જુલાઇમાં યોજાનારી પરીક્ષામાં ગેપ નહિ આપવાના કારણે પણ વિદ્યાર્થીઓની ખરી કસોટી થાય તેવી શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...