તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:વડોદરાના છાણી ગામની કુમાર શાળાનો જર્જરિત રૂમ ધરાશાયી, સ્કૂલ બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી

વડોદરાએક વર્ષ પહેલા
છાણી ગામમાં સ્કૂલનો ધરાશાયી થયેલો રૂમ - Divya Bhaskar
છાણી ગામમાં સ્કૂલનો ધરાશાયી થયેલો રૂમ
  • સ્કૂલના મકાનને ભયમુક્ત કરવા તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં ગંભીરતા ન લેવાઇ હોવાના આક્ષેપ

વડોદરા શહેરના છાણી ગામમાં આવેલી કુમાર શાળાનો એક જર્જરિત રૂમ ધરાશયી થઇ ગયો હતો. સદસનીબે કોરોનાના કારણે સ્કૂલો બંધ હોવાથી કોઇ જાનહાની થઇ નહોતી.

કોરોનાના કારણે સ્કૂલ બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી ઘઇ વડોદરા શહેરના છેવાડે આવેલા છાણી ગામમાં આવેલી કુમાર શાળાનું મકાન વર્ષો જૂનું છે. આ જર્જરિત સ્કૂલનો એક રૂમ આજે ધડાકાભેર ધરાશાયી થઇ ગયો હતો. જેને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. કોરોનાના કારણે સ્કૂલ બંધ હોવાથી મોટી દુર્ઘટના થતા અટકી ગઇ હતી. નોંધનીય બાબત એ છે કે, આ મકાન જર્જરિત હોવા છતાં સત્તાવાળાઓ દ્વારા જર્જરિત મકાન ભયમુક્ત કરવા માટે કોઇ પગલા ભરવામાં આવ્યા ન હતા. આખરે જર્જરિત સ્કૂલનો એક રૂમ ધરાશયી થઇ ગયો હતો.

છાણી ગામની કુમાર શાળાનો જર્જરિત રૂમ ધરાશાયી
છાણી ગામની કુમાર શાળાનો જર્જરિત રૂમ ધરાશાયી

મકાન ભયમુક્ત કરવા માટે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું
વોર્ડ નં-2ના કોગ્રેસ પ્રમુખ હરીશ પટેલે જણાવ્યું હતું કે, છાણી ગામમાં આવેલી કુમાર શાળાનું મકાન વર્ષો જૂનું છે. આ મકાન ભયમુક્ત કરવા માટે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ, તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યું ન હતું. જેના કારણે આ સ્કૂલનો એક રૂમ જમીનદોસ્ત થઇ ગયો છે. હાલ કોરોનાના કારણે સ્કૂલો બંધ છે. જો સ્કૂલો ચાલુ હોત તો મોટી દર્ઘટના સર્જાઇ હોત.

સ્કૂલનો રૂમ ધરાશાયી થતાં લોકો જોવા માટે ઉમટ્યા
છાણી ગામની કુમાર શાળાનો એક રૂમ પડી જતાં ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સ્કૂલનો એક રૂમ ધરાશયી જતા મોટી સંખ્યામાં ગામ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...