વડોદરા:બાજવાડા વિસ્તારમાં જર્જરિત મકાન બહાર ભૂવો પડ્યો, દુર્ઘટના પહેલા મકાન ઉતારી લેવા વોર્ડ ઓફિસે સૂચના આપી

વડોદરાએક વર્ષ પહેલા
ખત્રી પોળમાં મકાન પાસે પડેલો ભૂવો
  • ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી

વડોદરા શહેરના બાજવાડા ખત્રી પોળમાં એક જર્જરિત મકાનની બહાર વાવ પાસે ભૂવો પડતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. મકાનમાં કોઇ રહેતુ ન હોવાથી કોઇ દુર્ઘટના સર્જાઇ નહોતી. જોકે, વોર્ડ ઓફિસ દ્વારા મકાન માલિકને મકાન ઉતારી લેવા સૂચના આપવામાં આવી છે.

ભૂવો પડવાની જાણ થતાં મકાન માલિક દોડી ગયા
બાજવાડા ખત્રી પોળમાં આવેલ વર્ષો જૂના મકાનની બહાર ભૂવો પડ્યો હોવાની જાણ ફાયર બ્રિગેડને થતાં તુરંત જ ટીમ દોડી ગઇ હતી. આ સાથે ખત્રી પોળ નજીકમાં જ રહેતા મકાન માલિકને પણ જાણ થતાં તેઓ પહોંચી ગયા હતા. તેઓએ જણાવ્યું કે, મકાન નીચેથી વાવ છે. જેના કારણે આ ભૂવો પડ્યો હોય તેમ લાગે છે. મકાનમાં કોઇ રહેતું નથી.

મકાન પાસે પડેલો ભૂવો
મકાન પાસે પડેલો ભૂવો

સાવચેતીના ભાગરૂપે રસ્તો બંધ કરી દેવાયો
ફાયર બ્રિગેડના જવાન જાલમસિંહે જણાવ્યું કે, ભૂવો પડ્યો હોવાનો મેસેજ આવ્યો હતો. ભૂવો નથી પણ ડ્રેનેજ પસાર થતી હોય તેવું લાગે છે. કોઇ જાનહાની થઇ નથી. સાવચેતીના ભાગરૂપે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. અને વોર્ડ ઓફિસને પણ બનાવની જાણ કરી દેવામાં આવતા ટીમ આવી પહોંચી છે અને તેઓએ કાર્યવાહી હાથ ધરી છે.

ખત્રી પોળનું જર્જરિત મકાન
ખત્રી પોળનું જર્જરિત મકાન
અન્ય સમાચારો પણ છે...