તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:સત્યજીત ગાયકવાડને નેતાગીરી લેવા દિગ્વિજયસિંહનો ઇશારો

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા દિગ્વિજય સિંહ શુક્રવારે પારિવારિક કાર્યક્રમ માટે વડોદરા આવ્યા હતા. શનિવારે સવારે તેઓ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરી હતી. જેમાં યુવા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વડોદરાના પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ સાથે તેમણે કોંગ્રેસ કાર્યાલય નીચે અલગથી બેઠક કરી તમે નેતાગીરી કેમ નથી લેતા એવો સવાલ કર્યો હતો.

અને પ્રજાના પ્રશ્નો લઈને ફરી એક વખત અવાજ બુલંદ કરવાનું સૂચન કર્યું હતું.તેમણે પત્રકારો સાથેના સંવાદમાં ઇડી દ્વારા હાલની કાર્યવાહી અંગે જણાવ્યું હતું કે, આ તપાસ માત્ર રાજકીય એજન્ડા આધારિત છે અને તપાસ એજન્સી પણ તે મુજબ જ કામ કરે છે. જેમાં ડરાવીને અને ધમકાવીને કામ કરવામાં આવે છે અને ડરી જાવ તો બીજેપીમાં સામેલ થઈ જવુ પડે,

અન્ય સમાચારો પણ છે...