એજ્યુકેશન:ધોરણ 11માં પ્રવાસી શિક્ષકોની નિમણૂક ન થતાં વિવિધ વિષયના વર્ગ લેવામાં મુશ્કેલી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક શાળામાં નવા વર્ગ ઊભા કરાતાં પ્રવાસી શિક્ષકોની તાતી જરૂર
  • માસ પ્રમોશન બાદ 1 ક્લાસમાં વિદ્યાર્થીની સંખ્યા 75 કરાઇ છે

કોરોનાને પગલે બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ધો.10માં માસ પ્રમોશન અપાતાં ધો.11માં પ્રવેશ માટે ધસારો થયો છે. વર્ગ દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા 75 કરાઇ છે સાથે વધારાના વર્ગો પણ મંજૂર કરાયા છે. બીજી તરફ હજુ સુધી પ્રવાસી શિક્ષકોની નિમણૂકો કરાઈ ન હોવાથી ઘણી શાળાઓમાં વિવિધ વિષયોના વર્ગો લેવામાં મુશ્કેલી સર્જાઈ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કોરોના મહામારીની બીજી વેવના પગલે બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાતાં ધોરણ 11માં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની જરૂરિયાત ઊભી થઇ છે. જોકે સરકાર દ્વારા હજુ સુધી પ્રવાસી શિક્ષકોની નિમણૂકો કરવામાં આવી નથી, જેના પગલે વિદ્યાર્થીઓને સમસ્યા ઊભી થઇ છે.

એક ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા 75 કરાઇ છે, જ્યારે ઘણી બધી શાળાઓમાં નવા વર્ગો પણ ઊભા કરવામાં આવ્યા છે. જેના કારણે વિવિધ વિષયોમાં શિક્ષકોની જરૂરિયાત ઊભી થઇ છે. માસ પ્રમોશન બાદ ધોરણ 11માં પ્રવાસી શિક્ષકો ફાળવી આપવા જાહેરાત કરાઇ હતી. જોકે હજુ સુધી પ્રવાસી શિક્ષકોની ફાળવણી કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...