તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હાઇવે પર આલમગીરની સીમમાં બુધવારે વહેલી સવારે ટ્રકમાંથી ડિઝલની ચોરી રહેલી ટોળકીએ જિલ્લા એસઓજી પોલીસની જીપ પર લાકડીના દંડા ફટકારી હુમલો કર્યા બાદ ભાગતી વખતે પોતાની બલેનો કાર પોલીસની જીપ સાથે અથડાવી હતી. જો કે પોલીસ કર્મીઓએ હિંમતપુર્વક આ ટોળકીનો સામનો કરી પીછો કરતાં એક શખ્સ ઝડપાયો હતો. પોલીસે આ મામલે ચાર જણા સામે ગુનો નોંધી અન્ય બે જણાને પણ ઝડપી લીધા હતા, જયારે 1ની શોધખોળ આદરી હતી.
જિલ્લા એસઓજી પોલીસની ટીમ બુધવારે રાત્રે હાઇવે પર પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે વહેલી સવારે 4-30 વાગે પોલીસની ટીમ આલમગીર પાસે એસ્સાર પેટ્રોલ પંપની પાસે પહોંચતાં સામેની બાજુએ ઉભી રહેલી ટ્રક પાસે એક બોલેરો કાર શંકાસ્પદ હાલતમાં ઉભેલી જોવા મળી હતી. જેથી પોલીસ જીપ લઇને તેમની પાસે જતાં ત્યાં ઉભેલા ચાર પૈકી એક જણાએ પોલીસની ચાલુ જીપ ઉપર બોનેટના ભાગે તથા ડ્રાઇવર સાઇડના દરવાજા પર વારંવાર લાકડીનો દંડો ફટકાર્યો હતો.
જીપમાં બેઠેલા એસઓજીના કર્મચારી પ્રદીપ જેઠાભાઇ જીપમાંથી નીચે ઉતરવા જતાં એક જણાએ તેમને દંડો ફટકાર્યો હતો બીજા બે જણાએ બલેનો કાર પોલીસની જીપને અથડાવી દીધી હતી પોલીસ કર્મીઓ કંઇ સમજે તે પહેલાં જ બીજા બે જણા પણ બલેનોમાં બેસી ગયા હતા અને ચારે જણા રીવર્સ લઇને ભાગ્યા હતા જેથી પોલીસ કર્મીઓએ પણ જીપને ટર્ન મારી પકડવા પ્રયાસ કર્યો હતો ત્યારે બલેનો કાર ચાલકે પોલીસની જીપ આગળ કાર લાવીને ફરીથી કાર જીપ સાથે અથડાવી હતી અને ત્યારબાદ ચારે જણા બલેનો લઇને ભાગ્યા હતા . પોલીસ કર્મીઓએ પીછો કરી કન્ટ્રોલ રુમમાં ફોન કરી હાઇવે પર બ્લોક કરવા જાણ કરી હતી.
ત્યારબાદ પીછો કરીને તરસાલી તરફ કારને આંતરી લીધી હતી . જો કે કારમાંથી ચારેય શખ્સો ઉતરી ગયા હતા અને ભાગી છુટયા હતા જેથી પોલીસે તમામનો પીછો કરતાં એક શખ્સ પકડાયો હતો જયારે બાકીના ત્રણ ભાગવામાં સફળ થયા હતા. પકડાયેલા શખ્સનું નામ મહેન્દ્ર વિનુ સોલંકી (રહે, અમરાપુરા સાવલી) હોવાનું બહાર આવ્યા બાદ પોલીસે ફતેસિંગ રંગતસિંહ સોલંકી , કલ્પેશ મહેન્દ્ર પરમાર ને ડીઝલના કારબા સાથે ઝડપી લીધા હતા.જયારે કિરણસિંહ મંગળસિંહ સોલંકીની શોધખોળ શરુ કરાઇ હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.