ભરૂચના નબીપુર અને વરેડિયા વચ્ચે મંગળવારે મુંબઈ જતી અપલાઈનનો ઓવરહેડ વાયર તૂટતા અપ અને ડાઉન બંને તરફનો રેલ વ્યવહાર ખોરવાયો હતો. 10 જેટલી ટ્રેનો એકથી ત્રણ કલાક લેટ પડવાને કારણે વડોદરા રેલવે સ્ટેશને હજારો મુસાફરો અટવાયા હતાં. 2:30 કલાક બાદ રિસ્ટોરેશન કામગીરી પૂર્ણ થતા 10.30 પછી ટ્રેન વ્યવહાર ચાલુ કરાયો હતો. આ ઘટનાને પગલે 10 ટ્રેન એકથી ત્રણ કલાક મોડી પડી હતી. જ્યારે બે મેમુ ટ્રેનને કેન્સલ કરવાની ફરજ પડી હતી.
વડોદરા રેલવે ડિવિઝનના પી.આર.ઓ પ્રદીપ શર્માએ જણાવ્યું કે, વડોદરા ડીઆરએમે રિસ્ટોરેશનની કામગીરી કરનાર ટીમને રૂ.20 હજારના રોકડ ઇનામની જાહેરાત કરી હતી.મુંબઈ તરફ જઈ રહેલી ડબલ ડેકર ટ્રેનના પેન્ટોગ્રાફ ખરાબ થતાં તેમાંથી અવાજ આવી રહ્યો હોવાનું લોકોમોટિવ પાયલોટને જાણ થઈ હતી. જેને પગલે તેણે ટ્રેન થોભાવી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.