રાજકારણ ધમધમ્યું:દિવસભર તને ફોન આવ્યો?ની ભાજપના દાવેદારોમાં પૂછપરછ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારે : ટિકિટ કોને મળશે?, રાત્રે ત્રણેવને જવાબ મળ્યો
  • 16 બેઠકો માટે ઉમેદવારોને કોલ કરાયાનું જાણી રાજકારણ ધમધમ્યું

સયાજીગંજ અને માંજલપુર વિધાનસભાની બેઠકો ભારતીય જનતા પાર્ટીએ હજી જાહેર કરી નથી. ફોર્મ ભરવાની અંતિમ તારીખો નજીક આવી રહી છે. તેવામાં દાવેદારોમાં ઉત્સુકતા વધી છે કે હાઇકમાન્ડથી કોને ફોન આવ્યા તે અંગે પુછવા સવારથી જ દાવેદારોને કાર્યકર્તાઓના ફોન રણકયા કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ 166 બેઠકો પર દાવેદારોની યાદી જાહેર કરી છે. પરંતુ છેલ્લા 3 દિવસથી 16 બેઠક પર હજી કોકડું ગુંચવાયું છે. 16 બેઠક ઉપર ઉમેદવાર નક્કી નહીં થતા રવિવારે અમિત શાહ ગાંધીનગર ખાતે દોડી આવ્યા હતા. જો કે તેમ છતાં હજી પણ ઉમેદવારોના નામ પર સસ્પેન્સ જોવા મળી રહ્યું છે.

વડોદરા શહેરની સયાજીગંજ અને માંજલપુર બેઠક પર નામની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ખુદ ભાજપના દાવેદારો અને કાર્યકરો પણ અલગ અલગ સમીકરણો મૂકી કોને ટિકિટ મળી શકે છે તે અંગેની અટકળોમાં લાગ્યા છે. ત્યારે રવિવારે ગૃહ મંત્રી અમિત શાહની મુલાકાત બાદ સોમવારે બંને બેઠક પર ઉમેદવારોના નામ જાહેર થશે તેવી શક્યતાઓ હતી. સવારથી જ હાઈ કમાન્ડે કોને ફોન કર્યો છે તેની ચર્ચા ચાલી હતી. સવારથી જ કાર્યકરોએ ઉમેદવારી કરનાર દાવેદારોને ફોન કરી તમને ફોન આવ્યો, તમને ફોન આવ્યો ? તેમ કરી પૃચ્છા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...