કાર્યવાહી:ડાયમંડ પાવરના ભટનાગર બંધુની રૂ 26 કરોડની પ્રોપર્ટી ઇડી દ્વારા સીઝ

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેસિડેન્શિયલ અને કોમર્શિયલ હેતુની જમીનોનો સમાવેશ

બેંકો સાથે રૂ. 2,654 કરોડની છેતરપિંડી કરનારા વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફા. કંપનીના સંચાલકોની વધુ રૂ. 26 કરોડની પ્રોપર્ટી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ(ઇડી)એ સીઝ કરી લીધી છે. આ પ્રોપર્ટી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત સીઝ કરવામાં આવી છે.

ઇડી દ્વારા જે પ્રોપર્ટી સીઝ કરવામાં આવી છે તેમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંને હેતુ માટે વપરાતી જમીનોનો સમાવેશ થાય છે જેની કિંમત રૂ. 26.25 કરોડ આંકવામાં આવી છે. આ અગાઉ ઇડી દ્વારા આરોપીઓની 2018માં 1,112.72 કરોડની પ્રોપર્ટી સીઝ કરવામાં આવી હતી. ત્યારબાદ ત્રણ વર્ષ કરતા વધુ સમય બાદ પહેલીવાર આરોપીઓની પ્રોપર્ટી સિઝ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, બેંક ઓફ ઇન્ડિયાની આગેવાનીની 19 બેંકના કોન્સોર્ટિયમને ડાયમંડ પાવર ઇન્ફ્રા.ના સંચાલકોએ રૂ. 2,654.4 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. 2018માં જ ઇડીએ સીબીઆઇ એફઆઇઆર નોંધાવી હતી. ઇડીએ 26 ડિસેમ્બરે, 2018ના રોજ આ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી, જે અમદાવાદની વિશેષ કોર્ટમાં ‘પેન્ડિંગ’ છે.

અન્ય સમાચારો પણ છે...