વ્યવસ્થા:SSG બાદ ગોત્રી હોસ્પિટલમાં ડાયાલિસીસની સુવિધા શરૂ

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવાં 12 મશીન આવ્યાં, મા કાર્ડ સહિતની યોજનાનો લાભ મળી શકશે
  • હોસ્પિટલમાં​​​​​​​ રોજ 35 જેટલા દર્દીઓનું ડાયાલિસીસ કરી શકાશે

સયાજી હોસ્પિટલ બાદ હવે ગોત્રી હોસ્પિટલમાં પણ કિડનીના દર્દથી પીડાતા લોકો માટે ડાયાલિસીસ સુવિધાનો પ્રારંભ થયો છે. અમદાવાદની આઇકેડી હોસ્પિટલ દ્વારા આ મશીનો ઇન્સ્ટોલ કરાયા છે, જેમાંથી 2 મશીનો ડોનેશનમાં મળ્યાં છે. નવા ડાયાલિસીસ સેન્ટરનો ગોત્રી હોસ્પિટલમાં પ્રારંભ થયો હતો. હોસ્પિટલના તબીબી અધિકારીઓ અને નર્સિંગ અધિકારીઓની હાજરીમાં સોમવારે બપોરે હોસ્પિટલના 4થા માળે આ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

સામાન્યત: ડાયાલિસીસ મશીનો 14થી 17 લાખની કિંમતના હોય છે. હોસ્પિટલ ખાતે ડાયાલિસીસ માટેનાં અત્યાધુનિક 12 મશીનો ફીટ કરાયાં છે. દર્દી પાસે મા કાર્ડ, પીએમ-જય જેવા કાર્ડ હોય એવી યોજનાનો લાભ મળી શકશે. જેમના ક્યુરેટિન લેવલ વધ્યાં હોય તેવા લોકો તબીબી ભલામણ બાદ સેન્ટરમાં નિ:શુલ્ક ડાયાલિસીસ કરી શકાશે. આ સેન્ટરમાં રોજના 35 જેટલા દર્દીઓને ડાયાલિસીસનો લાભ મળી શકે છે. એસએસજી ખાતે પણ ડાયાલિસીસનાં 12 મશીનો ઉપલબ્ધ છે.

ડાયાલિસીસ કેન્દ્રમાં આ સુવિધા પણ ઉપલબ્ધ
1. અઠવાડિયામાં એકવાર નેફ્રોલોજિસ્ટની મુલાકાત
2. ઓનલાઇન બાયકાર્બોનેટની ડાયાલિસીસ માટે સુવિધા
3. ડાયાલિસીસ દરમિયાન લોહી અને આયર્નના ઇન્જેક્શન નિ:શુલ્ક અપાશે
5. દરેક ડાયાલિસીસમાં નવું ડાયાલાઇઝર અને ટ્યુબિલ સેટ
4. મા, મા વાત્સલ્ય, પીએમ જય સહિતની દરેક સરકારી યોજનાઓનો લાભ

અન્ય સમાચારો પણ છે...