તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:વડોદરાની ધીરજ હોસ્પિટલે પરિવારને અન્ય દર્દીનો મૃતદેહ આપી દીધો, અંતિમ સંસ્કાર પછી લાશનો ફોટો જોતા ખબર પડી, સ્વજનની ભાળ મેળવવા પોલીસના શરણે

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
હોસ્પિટલમાંથી પરિવારને મોકલેલી અન્ય દર્દીની તસવીર અને ગુમ થયેલા દર્દી હીરાભાઇ ત્રિકમભાઇ પરમારની ફાઇલ તસવીર - Divya Bhaskar
હોસ્પિટલમાંથી પરિવારને મોકલેલી અન્ય દર્દીની તસવીર અને ગુમ થયેલા દર્દી હીરાભાઇ ત્રિકમભાઇ પરમારની ફાઇલ તસવીર
  • ધીરજ હોસ્પિટલ તંત્રએ દર્દીનો ચહેરો જોવા ન દેતા પરિવારજનોને કોનો મૃતદેહ છે તે ખબર ન પડી
  • હોસ્પિટલ તંત્રએ મોકલેલી તસવીર જોયા ખબર પડી હતી કે, અંતિમ સંસ્કાર કર્યાં એ તેમના સ્વજનનો મૃતદેહ નહોતા

કોરોના મહામારી દરમિયન હોસ્પિટલોની બેદરકારીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે વડોદરા નજીક આવેલી ધીરજ હોસ્પિટલમાં પણ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધીરજ હોસ્પિટલ તંત્રએ પાદરાના પરિવારને અન્ય કોઈ દર્દીનો મૃતદેહ આપી દીધો હતો અને અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા. જોકે, હોસ્પિટલ તંત્રએ વોટ્સએપ પર મોકલેલી તસવીર જોયા ખબર પડી હતી કે, અંતિમ સંસ્કાર કર્યાં એ તેમના સ્વજનનો મૃતદેહ નહોતો. પરિવારે તેમના સ્વજનની ભાળ મેળવવા માટે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરીને તપાસની માગ કરી છે.

હોસ્પિટલ તંત્રએ પરિવારને જણાવ્યું હતું કે, વૃદ્ધને ઓક્સિજન પર રાખ્યા છે
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુના રહેવાસી હીરાભાઇ ત્રિકમભાઇ પરમાર બીમાર હોવાથી પાદરાના સરકારી દવાખાનમાં સારવાર માટે લઇ જવાયા હતા. અને ત્યારબાદ વધુ સારવાર માટે તેઓને ગોત્રી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમનો રેપીડ ટેસ્ટનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. હીરાભાઇએ 29 એપ્રિલના રોજ ધીરજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ તંત્રએ પરિવારજનોને અંદર જવા માટે મંજૂરી આપી નહોતી અને તેમના સ્વજનને ઓક્સિજન પર રાખ્યા હોવાનું જણાવ્યું હતું.

હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે, તમારા દાદાનું હ્રદય બંધ પડી ગયું છે
બીજા દિવસે પરિવારને ધીરજ હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારા દાદાને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જેથી ગળામાં પાઇપ નાખવી પડશે. અને તે માટેની મંજૂરી માગી હતી. જેથી પરિવારે મંજૂરી આપી હતી. 30 એપ્રિલના રોજ સાંજે 4 વાગ્યે ધીરજ હોસ્પિટલમાંથી પરિજન ઉપર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારા દાદાને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને હ્રદય ધીમું પડવા લાગ્યું છે અને અડધો કલાક પછી પરિવારને ફોન કરીને જણાવ્યું કે, તમારા દાદાનું હ્રદય બંધ પડી ગયું છે અને ચાલુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જેથી પરિવારમાં ચિંતા મૂકાઇ ગયો હતો.

પરિવારજનોએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં સ્વજનની ભાળ મેળવવવા માટેની અરજી કરી
પરિવારજનોએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં સ્વજનની ભાળ મેળવવવા માટેની અરજી કરી

મૃતદેહ જોવા ન દેવાતા આવતા મૃતદેહના અંતિમ સંસ્કાર કરી દીધા
સ્વજનના મૃત્યુ બાદ પરિવારે હોસ્પિટલ પાસેથી RT-PCR રિપોર્ટ માંગ્યો હતો, પરંતુ, હોસ્પિટલ તંત્રએ રિપોર્ટ આપ્યો નહોતો. હોસ્પિટલ તંત્રએ દર્દીના પરિજનના વોટ્સએપ પર મૃતકનો ફોટો મોકલ્યો હતો. જોકે, મોબાઇલ બંધ હોવાથી ફોટો જોઇ શક્યા નહોતા. હોસ્પિટલ તંત્રએ વૃદ્ધનો મૃતદેહ રાત્રે પેક કરીને આપ્યો હતો. પરિવારજનોએ સ્વજનનું મોઢું જોવા માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે, હોસ્પિટલ તંત્રએ મૃતનો ચહેરો જોવા દીધો હતો. મૃતદેહનો વજન વધારે હોવાથી પરિવારજનોને શંકા ગઇ હતી કે, આ કોઇ અન્ય વ્યક્તિનો મૃતદેહ હોઇ શકે છે, પણ મૃતદેહ જોવા ન દેવાતા આવતા મૃતદેહના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.

હોસ્પિટલ તંત્ર દ્વારા વોટ્સએપ પર મોકલેલો ફોટો પરિવારજનો ચોંકી ઉઠ્યા
પહેલી મેના રોજ પરિવારમાં લગ્ન હોવાથી મોબાઇલ ચાલુ કરતા હોસ્પિટલ તંત્ર દ્વારા વોટ્સએપ પર મોકલેલો ફોટો પરિવારજનો જોતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. તે ફોટો કોઇ અન્ય વ્યક્તિનો હોવાનું પરિવારજનોને જણાયું હતું. આ ફોટોમાં રૂદ્રાક્ષની માળા અને દાંત અલગ જણાતા હતા. મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, તે સ્વજન નથી, તો અમારા સ્વજન ક્યાં ગયા તેવા સવાલો ઉઠ્યા હતા. છેવટે હીરાભાઇ ત્રિકમભાઇના પરિવારજનોએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં સ્વજનની ભાળ મેળવવવા માટેની અરજી કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો