ભાસ્કર વિશેષ:ધનતેરસ બે દિવસઃ22મીએ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર, 23મીએ સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિનો સંયોગ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષ ધન તેરસે ત્રિપુષ્કર યોગ સર્જાશે, એમાં કરેલાં કામથી 3 ગણું ફળ મળે છે

ઓમપ્રકાશ સોણોવણે, ચંદન પાન્ડેય
આ વર્ષે પાંચ દિવસીય દીપપર્વ દરમિયાન ધનતેરસ 22 અને 23 ઓક્ટોબરે મનાવાશે. બન્ને દિવસે ગ્રહો અને નક્ષત્રનો વિશેષ સંયોગ શુભ અને ફળદાયી હશે. જ્યોતિષવિદ પંડિત આનંદશંકર વ્યાસ મુજબ 22 ઓક્ટોબરે બપોરે 1 કલાકથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર લાગુ થઈ જશે. આ નક્ષત્રમાં સોના-ચાંદી સહિત સંપત્તિ વગેરેની ખરીદી શુભ રહેશે. આ નક્ષત્ર સ્થિર લક્ષ્મીનું કારક મનાય છે. જ્યોતિષવિદ મનીષ શર્મા મુજબ ખરીદી માટે ધનતેરસના બન્ને દિવસ શ્રેષ્ઠ છે. 22 ઓક્ટોબરે ત્રિપુષ્કર યોગ પણ છે. આ યોગ બપોરે 12.59 કલાકથી સાંજે 4.02 કલાક સુધી હશે.

આ યોગમાં કરવામાં આવેલા કાર્યથી ત્રણ ગણું ફળ મળે છે. એટલે કે ખરીદી સહિત અન્ય કાર્યો ત્રણ ગણા ફળદાયી રહેશે. જ્યોતિષવિદ આચાર્ય પંડિત રામચન્દ્ર શર્મા વૈદિક જણાવે છે કે ધનતેરસના બંને દિવસ શનિવાર અને રવિવારે પ્રદોષ સાથે તેરસ પણ છે. 23 ઓક્ટોબરે સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ સંયોગ પણ છે. પંડિત વિનોદ શાસ્ત્રી મુજબ ખાસગ્રહ, યોગ, નક્ષત્રના કારણે બન્ને દિવસના કાર્યો ફળદાયી રહેશે.

યમદેવ માટે પણ દીવો પ્રગટાવો
માન્યતા છે કે કારતક મહિનામાં સૂર્યાસ્ત સમયે યમ માટે તલના તેલના દીવા કરવાથી આર્થિક પ્રગતિ થાય છે. છત પર અષ્ટકોણ બનાવીને તલના તેલના દીવા કરીને લક્ષ્મી-ઈંદ્ર-યમ-કુબેરનું ધ્યાન કરવાથી ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.

શુક્ર આદિત્ય યોગમાં ધનતેરસ ઊજવાશે, પ્રદોષ કાળમાં એન્દ્ર યોગ
વારાસણી સ્થિત સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના આચાર્ય પં.ગોપાલ પાઠકના અનુસાર, આ ધનતેરસે પ્રદોષ કાળમાં એન્દ્ર યોગ બની રહ્યો છે. તે 27 યોગમાં પ્રમુખ છે. આ યોગમાં ખરીદી કરવી સમૃદ્ધિ તથા લાંબાગાળા માટે સૂચક મનાય છે. આ દિવસે શુક્ર આદિત્ય યોગ પણ બની રહ્યો છે. જેને સમૃદ્ધિ, વૈભવશાળી રહેણીકરણી તેમજ શાનો-શૌકતનો કારક બતાવવામાં આવ્યો છે. શુક્ર આદિત્ય યોગમાં સજાવટની વસ્તુઓ સોનું, ચાંદીના આભૂષણો અને તેમાંથી બનેલા યંત્ર, વાસણ, કપડાં, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ, વાહનની ખરીદી શુભ ગણાય છે. નવું રોકાણ, નવી મશીનરીનો આરંભ, નવો ઉદ્યોગ શરૂ કરવો ફાયદાકારક હોય છે.

અન્ય સમાચારો પણ છે...