વડોદરાના યુવકની હત્યાનો ભેદ ઉકેલ્યો:ચાના 40 રૂપિયા માટે દેવાંશને રહેંસી નાખ્યો હતો, ચાર નસેડીઓ પકડાયા

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
દેવાંશ ભાટીયાની હત્યા કરનાર આરોપીઓ. - Divya Bhaskar
દેવાંશ ભાટીયાની હત્યા કરનાર આરોપીઓ.
  • ગાંધીનગરમાં હોટલમાં નોકરી કરતા વડોદરાના યુવકની હત્યાનો ભેદ ઉકેલ્યો
  • બહેનને હેરાન કરનારની હત્યા કરવા અમદાવાદ ગયા હતા પણ સમાધાન થયું હતું

વડોદરાનો રહેવાસી અને ગાંધીનગરની લીલા હોટલમાં નોકરી કરતા યુવકની 40 રૂપિયા માટે ગળાના ભાગે ચપ્પાના ઘા મારી હત્યા કરી દેવાઈ હતી હત્યા કરનારા 4 આરોપીઓની ધરપકડ કરી છે. 25 વર્ષિય દેવાંશ રોમી ભાટીયા (રહે, હાલ પ્લોટ નંબર 1265 પીજીમા. મૂળ રહે, દર્શનમ સોસાયટી, વાસણા ભાયલી, ) બે મહિના પહેલા ગાંધીનગરમા આવ્યો હતો અને હોટલ લીલામા નોકરી કરતો હતો.

ગાંધીનગરના સેક્ટર 27 બગીચા પાસે ગત 8 ઓક્ટોબર સવારે તેની હત્યા કરાયેલી લાશ મળી હતી. નિર્દોષ દેવાંશની હત્યા કરનાર આરોપીઓ માનવ ઉમેશ પવાર (રહે, સેક્ટર 13 છાપરા), આશિષ મહેશ સોલંકી (રહે, સેક્ટર 13એ), ઘનશ્યામ ઉર્ફે કાળુ નારણ કાનાણી (રહે, સેક્ટર 13એ) અને એક અન્ય કિશોર સહિત તમામ અમદાવાદમા એક યુવક તેની બહેનને હેરાન કરતો હોવાથી મોતને ઘાટ ઉતારી દેવાના આશય સાથે એક જ બાઇક પર ચાર લોકો પહોંચ્યા હતા. પરંતુ ત્યાં છોકરીને હેરાન કરતો યુવક ચાર આરોપીઓમા એકનો મિત્ર નિકળતા સમાધાન થયુ હતુ હવે ફરીથી છોકરીને હેરાન નહિ કરુ તેમ કહ્યું હતું. આરોપીઓ ત્યાંથી ગાંધીનગર પરત આવતાં ચા પીવાની ઇચ્છા થઇ હતી.

દેવાંશ ભાટીયા
દેવાંશ ભાટીયા

પરંતુ કોઇની પાસે ખિસ્સામાં પૈસા નહિ મળતા સેક્ટર 24/27 પાસે પહોંચતા મૃતક દેવાંશ એકલો જતો હતો, તેને રોકીને રૂપિયા માગતાં દેવાંશે પ્રતિકાર કરતા બે યુવકોએ હાથમાં રહેલુ ચપ્પુ મારી દીધુ હતુ, બે લોકોએ દેવાંશને પકડી રાખ્યો હતો. જેમા દેવાંશનુ મોત થયુ હતુ. પોલીસે આરોપીઓ પાસેથી બે છરી સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

દીકરાએ પહેલી સેલેરીમાંથી માતા-પિતાને કાંડા ઘડિયાળ ભેટ આપી હતી
દિકરો દેવાંશ લીલા હોટલમાં નોકરી પર લાગ્યો ત્યાર બાદ પહેલી સેલેરીમાંથી મારા અને તેની માતા માટે કાંડા ઘડિયાળ લઈ આવ્યો હતો. નોકરી લાગ્યા બાદ તેને ઘરમાંથી એક પણ રૂપીયો પણ લીધો ન હતો. > રોમી ભાટિયા, પિતા

અન્ય સમાચારો પણ છે...