તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:બીસીએના કોચ તરીકે આખરે દેવ વોટમોરની નિમણૂક કરાઇ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • BCAના ક્યૂરેટરના પગારમાં 1 લાખનો વધારો કરાતાં વિવાદ

બીસીએના કોચ તરીકે દેવ વોટમોરની નિમણંક કરાઇ છે. બીજી તરફ બીસીએના સ્ટાફ અને વિવિધ કોચ ,વિવિધ કેટેગરીના કર્મચારીના પગારમાં તાજેતરમાં વધારો કરાયા બાદ એક કયુરેટરના પગારમાં પાછળથી એક લાખનો વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી અપાતાં ભારે વિવાદ થયો છે. એપેક્ષના કેટલાક સભ્યોએ વિરોધ કર્યો છે પણ બહુમતીના જોરે કામ મંજૂર કરાયું છે.

કયુરેટરના પગારમાં એક લાખનો વધારો કરવાની દરખાસ્ત સીઈઓ દ્વારા ચેરમેનને કરાઇ હતી. આ અંગે ઓનલાઈન અભિપ્રાય મગાતાં સેક્રેટરી અજીત લેલે,પરાગ પટેલ અને કલ્યાણ હરિભકિતએ વિરોધ કર્યો હતો.બીસીએના સેક્રેટરી અજીત લેલેએ જણાવ્યું હતું કે ‘મેં આ બાબતે વિરોધ કર્યો છે.મારું કહેવું છે કે ગયા સપ્તાહમાં પગાર વધારા અંગે ચર્ચા કરવા માટે અનેક બેઠકો મળી ત્યારે પ્રસ્તાવ કેમ ના આવ્યો? બીસીએના પ્રવકતા સત્યજીત ગાયકવાડે જણાવ્યું હતું કે ‘ આ અંગે હજુ સુધી કોઈના કરાર થયા નથી.

કોચના પગારમાં અસંગતતાથી વિવાદ
વડોદરાની સિનીયર ટીમના બોલ થ્રો અરને વરસે 24 લાખનો પગાર આપનાર બીસીએ ભારતીય ટીમના પૂર્વ કોચ અને પૂર્વ ઇન્ટરનેશનલ ખેલાડીને કોચના કોન્ટ્રાકટમાં વરસે માત્ર પંદર લાખની રકમ જ નક્કી કરાયો છે. આ અંગેનો નિર્ણય બીસીએની તાજેતરમાં એપેક્ષ કમિટિમાં લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...