ભાસ્કર એક્સક્લુઝિવ:કથળતું આરોગ્ય; વડોદરાના 11 લાખ લોકોનું બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કેન્સર ઘરે જઇ ચેક કરાશે

વડોદરા2 મહિનો પહેલાલેખક: અર્પિત પાઠક  
  • કૉપી લિંક
  • કેન્દ્રના સરવેમાં દર્દીની સંખ્યા નિયત માત્રાથી વધુ નોંધાઈ
  • 30 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોનો સમાવેશ, 20 ઓગસ્ટે પ્રોગ્રામનું લોન્ચિંગ

કેન્દ્ર સરકાર દ્વારા થયેલા સર્વેમાં ગુજરાતના યુવાનોનું આરોગ્ય કથળી રહ્યું હોવાનો અણસાર આવતા રાજ્ય સરકાર હવે એન.સી.ડી. નીરામય અભિયાનને વ્યાપક રીતે લોન્ચ કરવા જઈ રહ્યું છે. રાજ્યના 30 વર્ષથી ઉપરના 3 કરોડ લોકોના બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને કેન્સર ઘરે-ઘરે જઈને ચેક કરવામાં આવશે. જેમાં વડોદરા શહેરની 22,77,000ની વસ્તી પૈકી 30 વર્ષથી ઉપરના 11 લાખ લોકોનું ચેકઅપ કરવામાં આવનાર હોવાનું મુખ્ય આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલે જણાવ્યું હતું. દર્દીને સરકારી અથવા આયુષ્માન કાર્ડ હોય તો ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાશે.

આ અંગે રાજ્યના ડાૅક્ટરોની ત્રણ દિવસની ટ્રેનિંગ શનિવારે વડોદરા ખાતે પૂર્ણ થઈ હતી. 20 તારીખથી આ પ્રોગ્રામ લોન્ચ કરવાનું આયોજન છે. દેશમાં 30 વર્ષથી ઉપરની વયમર્યાદા ધરાવતા નાગરિકોમાં હાઇપર ટેન્શન ડાયાબિટીસ, સર્વાઇકલ, બ્રેસ્ટ અને મોઢાના કેન્સર તેમ જ હાર્ટ સ્ટ્રોક, હાર્ટ ડિસીસ અને કિડનીના દર્દની ટકાવારી વધી હોવાનું કેન્દ્ર સરકારના સર્વેમાં બહાર આવ્યું છે.

નાગરિકો ટેસ્ટ કરાવતા નથી. જેથી આશા વર્કરો થકી સર્વેલન્સ ગોઠવાશે. તેઓ સિબેક ફોર્મ ભરી ડેટા સરકારમાં મોકલશે. દવાની જરૂર હોય તેમને દવા અને જેમને સુપર સ્પેશિયાલિટીની જરૂર હોય તેમને હોસ્પિટલોમાં સારવાર અપાશે. અગાઉ દર મહિને માત્ર કેમ્પ યોજાતો હતો.

શહેરના 30 વર્ષથી વધુ વયના દર્દીઓ, હૃદયરોગ અને 3 પ્રકારના કેન્સરના ભોગ બને છે લોકો
બ્લડપ્રેશર: 64760
રાજ્યમાં 3% દર્દી વધ્યા, સરેરાશ 20% દર્દીઓ હોવા જોઇએ જે 23% નોંધાયા

​​​​​​​ડાયાબિટીસ: 58291 રાજ્યમાં 1.6% દર્દી વધ્યા, સરેરાશ 16% દર્દીઓ હોવા જોઇએ જે 17.6% નોંધાયા

​​​​​​​કેન્સર: 869 રાજ્યમાં 0.2% દર્દી વધ્યા, સરેરાશ 0.1% દર્દીઓ હોવા જોઇએ જે 0.3% નોંધાયા

​​​​​​​વડોદરા ખાતેના રાજ્યના એકમાત્ર ટ્રેનિંગ સેન્ટરમાં 150 ડોક્ટરોને તાલીમ
રાજ્યના આરોગ્ય વિભાગનું એકમાત્ર ટ્રેનિંગ સેન્ટર વડોદરાના આજવા રોડ ખાતે કાર્યરત થયું છે. જે ટ્રેનિંગ સેન્ટરમાં નીરામય અભિયાન માટે ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સનું ત્રણ દિવસ માટે આયોજન કરાયું હતું. જે શનિવારે પુરું થયું હતું. રાજ્યના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, એનસીડીના નોડલ અધિકારી તેમજ કોર્પોરેશનમાંથી આવેલા એનસીડીના તબીબો મળી 150 ડોક્ટરોને તાલીમ અપાઇ હતી.

રાજ્યના 3 કરોડ લોકોનું હેલ્થ ચેક-અપ થશે
નિયત માત્રા કરતાં વધુ ટકા હાયપરટેન્શન ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગો જણાતા હતા. હવે કેન્દ્ર સરકાર ગુજરાતમાં આ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. 30 વર્ષથી ઉપરના તમામ 3 કરોડ લોકોનું હેલ્થ ચેકઅપ અને સારવાર કરવામાં આવશે.-આર.બી.પટેલ, ડેપ્યુટી ડાયરેક્ટર એપેડેમીક, ગાંધીનગર

​​​​​​​450થી વધુ આશા વર્કરોને ટ્રેનિંગ અપાશે
રાજ્ય સરકાર આરોગ્યની ત્રણ યોજના લોન્ચ કરશે. તમામ અંગે સ્પષ્ટ ગાઇડલાઇન નથી. હેલ્થ ચેકઅપની ગાઇડલાઇન બાદ 450 આશાવર્કરોને ટ્રેનિંગ અપાશે. - ડૉ.દેવેશ પટેલ, મુખ્ય આરોગ્ય અમલદાર, કોર્પોરેશન

અન્ય સમાચારો પણ છે...