કાર્યવાહી:શિક્ષિકા પર હુમલો કરનાર એઝાઝ ઉર્ફે અગ્ગાની પાસા હેઠળ અટકાયત

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યાકુતપુરાના નાકે વાહન ચલાવવા મામલે હુમલો કર્યો હતો
  • માથાભારે એઝાઝ શેખને રાજકોટ જેલભેગો કરાયો

યાકુતપુરાના નાકે શિક્ષિકા સાથે વાહન ચલાવવા બાબતે ઝઘડો કરીને નાક અને પેટ પર મુક્કા મારી ઈજાગ્રસ્ત કરનાર આરોપી એઝાઝ ઉર્ફે અગ્ગાને સિટી પોલીસે પાસા હેઠળ રાજકોટ જેલ ખાતે ધકેલી દીધો છે. હુમલાખોર સામે સિટી પોલીસ મથકમાં રાયોટિંગનો અને જિલ્લામાં પણ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે.

ઉલ્લેખનિય છે કે, દાંડિયાબજારમાં રહેતાં અને વારસિયાની હરી સેવા ઇંગ્લિશ મિડિયમ સ્કૂલનાં શિક્ષિકા સોનિયાબેન રાજેશભાઈ પંજાબી શનિવારે બપોરે 12 વાગે શાળાની ફરજ પતાવી વારસિયાથી દાંડિયાબજાર તરફ મોપેડ લઈને જતાં હતાં. દરમિયાન યાકુતપુરા નાકા પર પૂરઝડપે એક્ટિવા લઈને આવેલા એઝાઝે સોનિયાબેનના વાહનની લગોલગ પહોંચી જતાં તેમણે તેને જોઈને ચલાવવાની ટકોર કરી હતી. જેથી ઉશ્કેરાયેલા એઝાઝે સોનિયાબેનને મુક્કા મારતાં લોહીલુહાણ થઈ ગયાં હતાં. પોલીસે એઝાઝ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

જુગાર- દારૂના 2 આરોપીને પાસા
ઘરમાં જુગાર રમાડતા અભેસીંગ મનજીભાઈ વણઝારા (હનુમાન ટેકરી, ડભોઈ રોડ) અને મકરપુરા પોલીસે પ્રોહિબિશનના ગુનામાં આરોપી દિપક ઉર્ફે બૌવો મોહનલાલ ભૈયા ઉર્ફે વર્મા (દંતેશ્વર)ને પાસા હેઠળ ભાવનગર જેલમાં ધકેલ્યા છે.

અન્ય સમાચારો પણ છે...